Gujarati News

Gujarati News

News of Tuesday, 10th July 2018

સોમનાથ-પ્રભાસ પાટણમાં સફાઇ કામદારોની હડતાલઃ ચારે બાજુ ગંદકી

પ્રભાસ પાટણ : વેરાવળ-પાટણ નગરપાલીકાનાં સફાઇ કર્મચારીઓ તેમની માંગણી સાથે હડતાલમાં બેઠા છે અને આ હડતાલ લંબાતા પ્રભાસ પાટણમાં ગંદકીનો સતત વધારો થઇ રહેલ છે. તેમજ ગંદા પાણીનાં નિકાલ માટેનાં ધોરીયા સાફ ન થવાથી પાણીનો નિકાલ થતો નથી અને આ દુર્ગંધ મારતું ગંદુ પાણી હવે રોડ ઉપર વહેવા લાગેલ છે.જેથી રસ્તામાં ચાલવામાં પણ મુશ્કેલી પડે છે. યાત્રીકોને પણ આ ગંદકીનો સામનો કરવો પડે છે. પ્રભાસ પાટણમાં ગીચ વસ્તીનાં કારણે ઠેર ઠેર ગંદકી અને કચરાનાં ઢગલા જોવા મળે છે. હવે લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. નગરપાલીકાનાં જવાબદાર લોકો આ સફાઇ કામદારો સાથે તેમની માગણી અંગે ચર્ચાઓ કરી અને વહેલી તકે હડતાળ સમેટાવી લે તેવી લોકોની માંગણી છે. અત્યારે ચોમાસાની સીઝન ચાલે છે જેથી વરસાત  પણ વરસતો હોય છે જેથી આ ગંદકીનાં કારણે રોગચાળો થવાનો ભય રહેલ છે. જેથી સફાઇ કામદારોનીહડતાળ વહેલા સમેટાય તેવી લોકોની માંગણી છે.  ધોરીયા ભરાવાને કારણે દુર્ગધ મારતું પાણી રસ્તા ઉપર જતુ નજરે પડે છે. (તસ્વીર : દેવાભાઇ રાઠોડ)

(11:58 am IST)