Gujarati News

Gujarati News

News of Tuesday, 10th July 2018

સોમનાથ ત્રિવેણી સંગમમાં ભકતોને નાહવા માટે સાકળની આડશ

પ્રભાસ પાટણઃ સોમનાથમાં આવેલ ત્રિવેણી સંગમમાં ત્રિવેણી ઘાટની નજીક લોકોને નાહવા માટે સાકળ બાંધી અને આડસ કરવામાં આવેલ છે. અત્યારે ત્રિવેણી સંગમ ખાલી છે પરંતુ જયારે સંગમ ભરાશે ત્યારે છલોછલ ભરાય છે જેથી અંદર સ્નાન કરવામાં ખતરો રહેલ છે જેથી આ આડસને કારણે લોકો ત્રિવેણી ઘાટની બાજુમાં સ્નાન કરી શકે અને કોઇ જાતનો ખતરો રહે નહીં યાત્રીકોની સાથે બાળકો પણ આવતા હોય છે આ તમામ આ ઘાટનાં પગથીયા ઉપર બેસીને સ્નાન કરી શકે તે માટે સોમનાથ ટ્રસ્ટ દ્વારા આ આડશ કરવામાં આવેલ છે. જે તસ્વીરમાં નજરે પડે છે. (તસ્વીર - દેવાભાઇરાઠોડ પ્રભાસ પાટણ)

(11:57 am IST)