Gujarati News

Gujarati News

News of Tuesday, 10th July 2018

માળીયા હાટીના ગ્રામ પંચાયતનો ટાંકો પડીને પાદર થઇ જશે?: તંત્ર જાગે

માળીયા હાટીના તા.૧૦: માળીયા હાટીના ગ્રામ પંચાયત દ્વારા બનાવેલ પીવાના પાણીનો ટાંકો જર્જરીત થઇ ગયેલ હોય તાકીદે પંચાયતે ટાંકો મરામત કરવો જોઇએ અથવા નવો બનાવવા માંગણી કરેલ છે.

આ ટાંકો આખો ભરાયા પછી પાઇપ લાઇન દ્વારા પાણી ભરીને ગામની ૧પ૦૦૦ની વસ્તીને પાણી વિતરણ કરવામાં આવે છે.

આ ટાંકો લગભગ ૩૦ વર્ષ પહેલા પાણી પુરવઠા વિભાગે બનાવેલ ત્યારે  ત્યારે માળીયાની વસ્તી ૧૦ ૦૦૦ની હતી આજે વસ્તી ૧પ૦૦૦ની છે છતાં ટાંકાની ક્ષમતા વધારાઇ નથી અથવા વધુ પાણી વિતરણ માટે વૈકલ્પિક વ્યવસ્થા પણ કરાઇ નથી.

ટાંકો એકદમ જર્જરીત થઇ ગયેલ હોય તાત્કાલીક હવે પ લાખ લીટરની ક્ષમતા વાળો નવો ટાંકો બનાવવા સરપંચ નટવરસિંહ સીસોદીયાએ ઉચ્ચકક્ષાએ રજુઆત કરી છે.

(11:56 am IST)