Gujarati News

Gujarati News

News of Tuesday, 10th July 2018

સોનું ઓળવી લેતી ગેંગના બે પરપ્રાંતીય આરોપીને ભાવનગરમાં ઝડપી લેવાયાઃ ૮૦ ગુન્હાઓની કબુલાત

ભાવનગર, તા.૧૦: ભાવનગર શહેર તથા જીલ્લામાં મિલ્કત સંબંધી ગુન્હાઓ બનતા અટકાવવા માટે તથા બનેલ ગુન્હાનો ભેદ ઉકેલી કાઢવા ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી પી.એલ.માલે હાથ ધરેલ ઝુંબેશના ભાગ રૂપે એસ.ઓ.જી. શાખાના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર ડી.ડી.પરમાર મળેલ બાતમી આધાર્રેં ડેરી રોડ હનુમાન મઢી ચોકમાંથી બજાજ પલ્સર મોટર સાયકલ નંબર GJ ૨૭ Ac ૬૪૮૫ ઉપરથી પસાર થઇ રહેલ બે પરપ્રાતીય ઇસમો (૧) દિપકભાઇ  બેચનભાઇ પંડિત ઉ.વ.૪૦ રહેવાસી મુળ ગામ પોસ્ટ. યમુનીય (જમુનીયા) અંચલ નવગછીયા થાના પરબત્તા જીલ્લો ભાગલપુર રાજય બિહાર હાલ ગુજરાત નડીયાદ સંતરામ મંદિર પાસે શારદા સોસાયટી કપીલભાઇ ઠાકોરના મકાનમાં(૨) અજયકુમાર  છેદીપ્રસાદ યાદવ ઉ.વ. ૩૦ રહેવાસી મુળ બાબુપુર થાના/પોસ્ટ સબોર જીલ્લો ભાગલપુર રાજય બિહાર હાલ નડીયાદ સોનાના દાગીના ધોવા ઉપયોગમાં લેવાતો પાવડર તથા લીકવીડ (કેમીકલ) તથા અન્ય સર સામાન તથા બજાજ પલ્સર મો.સા સાથે ઝડપી પાડેલ હતા.

મજકુર બંન્ને ઇસમોની પુછપરછ કરતા મજકુર બંન્ને ઇસમોએ પોલીસ સમક્ષ કબુલાત આપેલ હતી કે તેઓ લોકોને સોનાના દાગીના ગરમ કરી ચમકાવી આપવાનું કહી લોકોનો વિશ્વાસ કેળવી સોનાના દાગીના લીકવીડ (કેમીકલ)માં બોળી દાગીનામાંથી સોનું ઓળવી લેતા હતા અને દાગીના ગરમ છે વાટકામાં મુકેલ છે ઠંડા થઈ ગયા પછી કાઢી લેજો તેમ કહી ત્યાથી ભાગી જતા હતા. આવી રીતે તેને ભાવનગર શહેરમાં અંદાજે ૪ થી ૫ જગ્યાએ તથા ભાવનગર જીલ્લાના અલગ અલગ ગામોમાં અંદાજે ૮ થી ૧૦ જગ્યાએ છેતરપીંડી કરી હોવાનું તેમજ ભાવનગર જીલ્લા ઉપરાંત બોટાદ તથા નડીયાદ તથા બીજા ઘણા શહેરો તથા ગામોમાં અંદાજે ૭૦ થી ૮૦ જગ્યાએ છેતરપીંડી કરેલ હોવાની કબુલાત આપેલ છે.

ભાવનગર શહેરમાં ત્રણ સાડા ત્રણ મહિના પહેલા જેલરોડ શ્રમ નિકેતન સોસાયટીમાં એક ભાઇ તથા બહેન સાથે પણ સોનાના દાગીના ચમકાવી આપવાનું કહી સોનાની બંગડી નંગ-૪ માંથી આશરે ૨૫ થી ૩૦ ગ્રામ સોનું ઓળવી લીધેલ હતુ જે બાબતે નિલમબાગ પોલીસ સ્ટેશનમાં છેતરપીંડી અને વિશ્વાતધાત નો ગુન્હો રજીસ્ટર થયેલ છે. મજકુર બંન્ને ઇસમોની ધરપકડ કરી નિલમબાગ પોલીસ સ્ટેશન ખાતે સોપી આપેલ છે.

આ કામગીરી એસ.ઓ.જી. શાખાના હેડ કોન્સ. યોગેન્દ્રસિંહ ગોહિલ તથા બલવિરસિંહ જાડેજા તથા જગદીશભાઇ મારૂ જીતેન્દ્રસિંહ જાડેજા તથા પોલીસ કોન્સ. નીતીનભાઇ ખટાણા તથા હરેશભાઇ ઉલવા તથા સોહિલભાઇ ચોકીયા તથા હારીતસિંહ ચૌહાણ જોડાયા હતા.

(11:56 am IST)