Gujarati News

Gujarati News

News of Tuesday, 10th July 2018

સોમનાથ-પ્રભાસપાટણમાં સફાઇ કામદારની હડતાલના પગલે ચારે બાજુ ગંદકી રસ્તા ઉપર પાણીની રેલમછેલ

ધોરીયા ભરાવાને કારણે દુર્ગંધ મારતું પાણી રસ્તા ઉપર જતુ નજરે પડે છે. (તસ્વીરઃ દેવાભાઇ રાઠોડ, પ્રભાસ પાટણ)

પ્રભાસ પાટણ તા.૧૦: વેરાવળ-પાટણ નગરપાલિકાના સફાઇ કર્મચારીઓ તેમની માંગણી સાથે હડતાલમાં બેઠા છે અને આ હડતાલ લંબાતા પ્રભાસપાટણમાં ગંદકીનો સતત વધારો થઇ રહેલ છે તેમજ ગંદાપાણીના નિકાલ માટેના ધોરીયા સાફ ન થવાથી પાણીનો નિકાલ થતો નથી અને આ દુર્ગંધ મારતું ગંદુ પાણી હવે રોડ ઉપર વહેવા લાગેલ છે જેથી રસ્તામાં ચાલવામાં પણ મુશ્કેલી પડે છે. સોમનાથ આવતા બહારના યાત્રિકોને પણ આ ગંદકીનો સામનો કરવો પડે છે. પ્રભાસ પાટણમાં ગીચ વસ્તીનાં કારણે ઠેર-ઠેર ગંદકી અને કચરાનાં ઢગલા જોવા મળે છે હવે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે નગરપાલિકાનાં જવાબદાર લોકોએ સફઇા કામદારો સાથે તીમની માંગણી અંગે ચર્ચાઓ કરી અને વહેલીતકે હડતાલ સમેટાવી લે તેવી લોકોની માંગણી છે. અત્યારે ચોમાસાની સીઝન ચાલે છે જેથી વરસાદ પણ વરસતો હોય છે જેથી આ ગંદકીનાં કારણે રોગચાળો થવાનો ભય રહેલ છે. જેથી સફાઇ કામદારોની હડતાલ વહેલા સમેટાય તેવી લોકોની માંગણી છે.

(11:53 am IST)