Gujarati News

Gujarati News

News of Tuesday, 10th July 2018

શાપર વેરાવળમાં નિરાધાર મહિલાઓને સહાય અર્પણ

શાપર વેરાવળ : કુકાવાવ તાલુકાના જંગર ગામના વતની અને લાખાપાદર પ્રા.શાળાના શિક્ષક પિયુષભાઇ ગુણા દ્વારા રાજકોટના શાપર વેરાવળ ખાતે વિધવા ત્યકતા અને અવિવાહીત પ્રજ્ઞાચક્ષુ નિરાધાર મહિલાઓને ડ્રેસ તેમજ રોકડ રકમ આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં શિક્ષણવિદ ગીજુભાઇ ભરાડ, બોલબાલા ટ્રસ્ટ રાજકોટના જયેશભાઇ ઉપાધ્યાય, વિજયભાઇ સભાયા (ઉદ્યોગપતી), જયેશભાઇ પંડયા (શાસ્ત્રી), શાપરના ચેતનભાઇ વસાણી, કમલેશભાઇ રાવરાણી (પત્રકાર), સુલતાનપુર ઉપસ્થિત રહ્યા હતા.

(11:50 am IST)