Gujarati News

Gujarati News

News of Tuesday, 10th July 2018

ધોરાજીના ભાડેર ગામે હત્યાનો મામલો ગરમાયોઃ ૬ઠ્ઠા દિ'એ પણ જીવણભાઇનો મૃતદેહ સ્વીકારાયો નથી...

આરોપીઓ ઝડપાયા પછી જ સ્વીકારવા પરિવાર મકકમઃ નરેશભાઇ પટેલ સહિતના અગ્રણીઓએ પાઠવી સાંત્વના

ભાડેર ગામે જઇ હત્યાનો ભોગ બનનાર પટેલ યુવાનના પરિવારજનોને સાંત્વના પાઠવતા નરેશભાઇ પટેલ સહિતના અગ્રણીઓ તસ્વીરમાં દર્શાય છે.

ધોરાજી તા.૧૦: તાલુકાના ભાડેર ગામે પટેલ યુવાનની હત્યા બાદ મામલો વધુને વધુ ગરમાવા લાગ્યો છે... આરોપીઓ ઝડપાઇ પછી જ મૃતદેહ સ્વીકારવા મકકમતા દાખવનાર પરિવારજનોએ છઠ્ઠા દિવસે પણ ભોગ બનનારનો મૃતદેહ સ્વીકારવાની ચોખ્ખી ના પાડી દેતા તંત્રમાં દોડધામ મચી જવા પામી છે.

વિગત મુજબ ભાડેર ગામે ઘાતકી હત્યાના ઘેરા પડછા પડેલ છે ત્યારે આરોપીઓ ન ઝડપાય ત્યા સુધી જીવણભાઇનો મૃતદેહ નહિ સ્વીકારવાની વાતથી તંત્ર હરકતમાં આવી ગયું છે

દરમિયાન ખોડલધામના પ્રમુખ નરેશભાઇ પટેલ, સભ્યો અને સ્થાનીક અગ્રણીઓ વિમલભાઇ કોપાણી, હેમતભાઇ પાનસુરીયા, ભુપતભાઇ કોપાણી, નટુભાઇ વૈષ્ણવ સહીતનાએ ભાડેર જઇ ભોગ બનનારના પરીવારજનોને સાંત્વના પાઠવી હતી.

ઘટના અંગે સમગ્ર સમાજનો સાથે રાખી સરકાર સમક્ષ યોગ્ય રજુઆત કરવામાં આવશે એવી નરેશભાઇ પટેલે ખાત્રી આપી હતી.

(11:45 am IST)