Gujarati News

Gujarati News

News of Tuesday, 10th July 2018

કોડીનાર PGVCLની બેદરકારીઃગોહીલની ખાણ ગામે તાર તુટતા વન્યપ્રાણી જરખનું મૃત્યુ

કોડીનાર તા.૧૦: ગોહીલની ખાણ ગામે રાજાભાઇ ભાજાભાઇની વાડીમાં ઘણા સમયથી વિજતારો અતિ જર્જરીત હાલતમાં હોય આ વાયરો બદલવા અનેક વખત રજુઆતો કરાયા છતા અને આ જર્જરીત વાયરોના કારણે રાજા ભાજા-દેવા દાના અને ધીરૂ ભીખા જેવા ખેડુતોના શેરડી પાક પણ બળી ગયા હોવા છતા પણ PGVCL દ્વારા આ વાડી વિસ્તારમાં વિજવાયરો બદલવાની તસ્દી ન લેતા ગઇકાલે રાત્રીના રાજા ભાજાભાઇના વાડી વિસ્તારમાં આ જર્જરીત વિજતાર તુટતા ત્યાથી પસાર થતા વન્યપ્રાણી ઝરખનુ કરૂણ મૃત્યુ નિપજ્યુ હતુ.

આ ઘટનાની જાણ થતા વન વિભાગે ઘટના સ્થળે દોડી જઇ ઝરખના મૃતદેહને પોસ્ટમાર્ટમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે જર્જરીત વિજવાયરો અંગે ખેડુત વારંવાર PGVCLમાં રજુઆતો કરવા છતા નિર્ભર તંત્રે ખેડુતની વાત કાને ન ધરતા જરખનું મોત થતા વન્યપ્રાણી પ્રેમીઓમાં ભારે રોષ ફેલાયો છે.

(11:43 am IST)