Gujarati News

Gujarati News

News of Tuesday, 10th July 2018

તળાજા કોંગ્રેસમાં જુથવાદ વકર્યો

૧૯૦૦૦ બ્રાહ્મણ જ્ઞાતીના મત ધરાવતા કોગ્રેસના ધારાસભ્ય કનુભાઇ ને જીતાડવામાં કોળી સમાજનો મહત્વનો ફાળો છેઃ માવજીભાઇ શિયાળ

ભાવનગર તા ૧૦ : રાજયમાં કોંગ્રેસના ઉપલા લેવલેજ નહીં તાલુકા મથકના આગેવાનોમાં પણ જુથવાદ વકરી રહ્યો છે. તળાજા તાલુકા કોં૦ંગ્રેસ સંગઠનના અધ્યક્ષ દિગ્વીજયસિંહ વિરૂધ્ધ તાલુકા કોંગ્રેસના ત્રણ  દાયકાથી કાર્યરત આગેવાન માવજીભાઇ શિયાળ એ પ્રદેશ અધ્ક્ષને વિસ્તૃત પત્ર લખ્યો છે. આ પત્ર દિગ્વીજયસિંહ ગોહિલ એ તાનેતરમાં માવજીભાઇ વિરૂધ્ધ પગલા લેવાના લખાયેલ પત્રને લઇ પલટવાર કરવામાં આવ્યો છે.

તળાજા તાલુકાના કોંગ્રેસના આગેવાનો, હોદેદારો અને કાર્યકર્તાઓ માં ખળભળાટ મચાવી શકે તેવા 'સિંહ' પર 'શિયાળ' ના પલટવારની મળતી સતાવાર રીતે વિગતો મુજબ માવજીભાઇ શિયાળ ને પ્રદેશ કોંગ્રેસસના અધ્યક્ષ અમિતભાઇ ચાવડાને તાનેતરમાં એક પત્ર પાઠવ્યો છે.

આ પત્ર તળાજા તાલુકા કોંગ્રેસ સમિતિનાઅધ્યક્ષ દિગ્વીજયસિંહ ગોહિલ વિરૂધધ લખવામાં આઋયો છે. માવજીભાઇ શિયાળના જણાવ્યા પ્રમાણે ગત તાલુકા જીલ્લા પંચાયત ની શ્રેણી દરમ્યાન ત્રણ જ બેઠક પર પક્ષ વિરૂધ્ધી પરર્જતિ કરેલ છે. યાર્ડમાં પણ છ વર્ષથી પ્રમુખ પદે ખેકજ સમાજનાને બેસાડવામાં દિગુભાની વરવી ભૂમિકા છે. ગત વિધાનસભાની ચુંટણીમાં ઉમેદવારોની પસંદગી માટે આવેલ પટવારી અને તેમના અંગત માણસ મોહનસીંગજી સાથે જીલ્લાની જુદી જુદી વિધાનસભાના માંગણીદાર ને તળાજા બોલાવી ટીકીટ અપાવવા વચેટીયાની મૂમિકા ભજવેલ. ગારીયાધાર ના હાલ જસ.પ. ના સભ્ય ગોવિંદભાઇ મોરડીયા પાસે ૩૫ લાખની માંગણી કરેલ.

તાજેતરમાં તળાજા તાલુકા પંચાયતની સતા ભાજપના હાથમાં ગઇ તેમાં પણ દિગુભાની ભૂમિકા ગણાવી છે. પોતાના પર જવાબદારીમાંથી છટકવા દોષનો ટોપલો માવજીભાઇ શિયાળ પર ઢોળાયાનો અહારોપ પણ લગાવ્યો છે.

એવો દાવો પણ કર્યો છે કે  બ્રાહ્મણ સમાજના ૧૯૦૦૦ મતદાર છે તેમ છતા કોંગ્રેસના કનુભાઇ બારૈયા આ બેઠક પર વિજેતા થયા તેમાં ૮૯૦૦૦  કોળી  મતદારોઙ્ગઙ્ગઙ્ગઙ્ગઙ્ગ કોગ્ર઼સના કાર્યકર્તાઓનો ફાળો છે. દિગુભા વિરૂધ્ધ પગલા લેવાની માગ કરવામાં આવી છે.

તાલુકા કોંગ્રેસના અધ્યક્ષ  દિગ્વીજયસિંહ ગોહિલ એ ટેલીફોનીક જાતમાં પોતાના પર 'શિયાળ' એ ોગાવેલા આરોપો પાયા વિહોણા ગણાવ્યા હતા તેમણે જ ઉમેર્યુ હતું કે ગત વિધાનસભાની ચુંટણીઓમાં માવજીભાઇ એ  પક્ષ વિરોધી કાર્ય કર્યુ છે. પોતાનેે ટીકીટ ન મળવાના કારણે માવજીભાઇ વિરૂધ્ધ અનેક પુરાવાઓ છે.

(11:41 am IST)