Gujarati News

Gujarati News

News of Tuesday, 10th July 2018

ગિરનાર તેમજ જૂનાગઢમાં ધોધમાર વરસાદઃ અન્યત્ર હળવી મેઘમહેર

રાત્રે ધીમી ધારે બાદ સવારથી વરસાદ વધ્યો

જુનાગઢ તા.૧૦: ગિરનાર તેમજ જુનાગઢમાં સવારથી ધોધમાર વરસાદ છે રાત્રે ધીમી ધારે બાદ સવારથી વરસાદ વધતા બારે મેઘ ખાંગા થયા હોય તેવો માહોલ  પ્રવર્તે છે

 

સોરઠમાં ગઇકાલ સાંજથી મેઘ સવારી પહોંચી છે છેલ્લા ૨૪ કલાક દરમ્યાન સૌથ વધુ ૩ ઇંચ વરસાદ માળિયા હાટીના વિસ્તારમાં નોંધાયો હતો માંગરોળમાં દોઢ ઇંચ, મેદરડામાં ૧ ઇંચ, વિસાવદરમાં પોણો ઇંચ અને કેશોદમાં અડધો ઇંચ વરસાદ થયો હતો.

જયારે જુનાગઢમાં ધીમી ધારે મેઘ મહેર થઇ હતી તેમજ વંથલીમાં રાત્રીના ધૂળ ઉઠતી હતી.

દરમ્યાનમાં ગઇ સાંજે ગિરનાર પર્વત અને જંગલ વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. આજે પણ સવારથી ગિરનાર વિસ્તારમાં નવેસરથી મેઘો મંડાયો છે ગિરનાર પર સતત વરસાદથી સીડી પરથી ઝરણાથી માફક પાણી વહેતા જોવા મળ્યા હતા.

જુનાગઢ શહેરમાં રાત્રે ધીમી ધારે કૃપા કર્યા બાદ સવારથી વરસાદ વધ્યો છે સવારે ૮-૩૦ વાગ્યે બારે મેઘ ખાંગા થયા હોય તેમ મેઘો તુટી પડ્યો હતો. જેના કારણે રસ્તા પરથી નદીની માફક પાણીની રેમલછેલ રહી હતી.

આ લખાય છે ત્યારે પણ વરસાદ ચાલુ છે જુનાગઢમાં સવારના ૬ થી ૮માં વધુ દોઢ ઇંચ વરસાદ થયાનો અંદાજ છે.(૭.૨૧)

(11:30 am IST)