Gujarati News

Gujarati News

News of Tuesday, 10th July 2018

શાપર વેરાવળમાં રોડ ક્રોસ કરતી વખતે ટ્રક નીચે કચડાઇ જતા એમપીના લલનનું મોત

શાપર : શાપર-વેરાવળમાં પાસે રોડ ક્રોસ કરતી વખતે ગોંડલથી રાજકોટ તરફ આવતા જી.જે.-રપ-યુ-ર૭૦૬ નંબરના ટ્રકના પાછળના જોટામાં કચડાઇ જતા ૪પ વર્ષના અજાણ્યા યુવાનનું ઘટના સ્થળે જ મોત નિપજયુ હતું. અકસ્માત થતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતાં. બનાવની જાણ થતા શાપર-વેરાવળ પોલીસે સ્થળ પર પહોંચી તપાસ કરતા મૃતક યુવાનનું નામ લલન પટેલ મુળ એમ. પી. અને હાલ શાપર-વેરાવળમાં ગંગા ફોર્જીંગ નામના કારખાનામાં કામ કરતો હોવાનું જાણવા મળ્યુ હતું.

(11:29 am IST)