Gujarati News

Gujarati News

News of Tuesday, 10th July 2018

વરસ્યો સુખનો વરસાદ... સુત્રાપાડા - ૮, કોડીનારમાં ૭II ઇંચ

અંતે મેઘરાજાએ રૂસણા છોડયા.... ભારે વરસાદથી ઠેર-ઠેર ખેતરોમાં પાણી ભરાતા અન્નદાતા રાજીના રેડઃ એકમાત્ર ગીર સોમનાથના જિલ્લામાં મેઘરાજા મહેરબાન : ખોરાસા (ગીર)માં ૩ ઇંચ : જો કે હજુ સાર્વત્રિક વરસાદની રાહ જોતા લોકો

પ્રથમ તસ્વીરમાં કોટડાસાંગાણી અને બીજી તસ્વીરમાં ગોંડલ પંથકમાં પડેલ વરસાદના પાણી નજરે પડે છે. (તસ્વીર : કલ્પેશ જાદવ - કોટડાસાંગાણી, ભાવેશ ભોજાણી - ગોંડલ)

રાજકોટ તા. ૧૦ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર - કચ્છમાં સર્વત્ર મેઘાવી માહોલ વચ્ચે મેઘરાજા મહેરબાન થાય તેવું વાતાવરણ જામી રહ્યું છે. આવા વાતાવરણ વચ્ચે ગઇકાલે રાત્રીથી આજે સવાર સુધીમાં ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડામાં ૮ ઇંચ વરસાદ ખાબકયો હતો. જ્યારે કોડીનારમાં સાડા સાત ઇંચ વરસાદ પડયો હતો. જ્યારે ખોરાસા (ગીર)માં પણ ૩ ઇંચ વરસાદ પડયો હતો. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર - કચ્છમાં મેઘરાજા તૂટી પડે તેવું વાતાવરણ છવાયેલું છે. જો કે ગીર સોમનાથ જિલ્લાને બાદ કરતા અન્ય કોઇ જગ્યાએ વધુ વરસાદ પડયો નથી.

વેરાવળ

વેરાવળના પ્રતિનિધિ દિપક કક્કડના અહેવાલમાં જણાવાયુ છે કે, કાલે સાંજના છ વાગ્યાથી આજે સવારના ૧૦ વાગ્યા સુધીમાં ૮ ઇંચ વરસાદ તૂટી પડયો હતો. જ્યારે કોડીનારમાં સાડા સાત ઇંચ વરસાદ પડયો હતો. સુત્રાપાડામાં ધોધમાર વરસાદ વરસતા સોનારીયા - સુત્રાપાડા રસ્તા ઉપર વરસાદના પાણી ફરી વળ્યા હતા. આ વરસાદ પ્રભાસપાટણ, કાજલી સહિતના ગામોમાં પડયો હતો અને પાણી - પાણી થઇ ગયું હતું. ગઇકાલે પડધરીથી ધુડેલ તરફ જતા લૈયારા સુધીની પટ્ટીમાં રાત્રીના ૯ વાગ્યા આસપાસ ધોધમાર વરસાદ વરસ્યો હતો.

ઉના

 ઉના : ઉના શહેર તથા ગીરગઢડા તાલુકાના ગ્રામ્ય પંથકમાં ૪ દિવસના વિરામ બાદ કાલે સવારથી ઝરમર ઝરમર ઝાપટા સ્વરૂપે વરસેલ હતા. ગીર પંથક બાબરીયા, ભાખા, થોરડી, જામવાળા, કોદીયા વિગેરે ગામડાઓમાં બપોરે ૧૨ વાગ્યાથી ધોધમાર વરસાદ વરસી જતાં સાંજે ૬ વાગ્યા સુધીમાં ૪ ઇંચ વરસાદ વરસી ગયો હતો અને જંગલમાં વરસાદને કારણે થોરડીની સાંગાવાડી નદીમાં ઘોડાપુર આવતા ચેકડેમ કમ કોઝવે ભરાઇ જતા ઘોડાપુર આવેલ હતા અને બાબરીયા નદીમાં પૂર આવેલ તથા તમામ નહેરોમાં પૂર આવ્યા છે તેમજ કોદીયા વિસ્તારમાં આવેલ મચ્છુન્દ્રી ઉપર ૩ ઇંચ વરસાદ વરસી ગયો છે તેમજ ગીરગઢડા તાલુકાના દ્રોણ ગામની સીમ આવેલ મચ્છુન્દ્રી પીકવીયર ડેમમાં ઉપરવાસ વરસાદ આવતા ભરાઇ જતા સાંજે ઓવરફલો થયો છે તેમજ ગીરગઢડા, જુડવડલી, વડવીયાળા, ખાપટ, ફળસર, ઇટવાયામાં ૨ ઇંચ વરસાદ વરસી ગયો હતો.

ઉના શહેરમાં બપોરના બે વાગ્યાથી ધોધમાર વરસાદ વરસવો શરૂ થતાં સાંજે ૭ વાગ્યા સુધીમાં ૧ ઇંચ વરસાદ વરસી જતા નીચાણવાળા વિસ્તારમાં ગોઠણ ડૂબ પાણી ભરાયા છે.

કોટડાસાંગાણી સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમા ધોધમારઙ્ગ વરસાદ વરસ્યો હતો.ઙ્ગ અડધી કલાકમા એક ઈંચ ઙ્ગવરસાદ પડતા ખેતરોમા પાણી ફરી વળ્યા હતા દિવસભરના બફારાબાદ સાંજના સાત વાગ્યાના અરસામા ઘેઘુર વાદળો વચ્ચેઙ્ગ ધોધમાર વરસાદ તુટી પડ્યો હતો. કોટડાસાંગાણી રાજપરા ભાડવા દેવળીયાઙ્ગ નારણકા ભાડુઈ પાંચતલાવડા સહિતના ગામોમા ધોધમાર વરસાદ પડતા ખેડૂતો ખુશખુશાલ થયા હતા અને જળાશયોમા નવા નીરની આવક થઈ હતી વરસાદથી વાતાવરણમા ઠંડક પ્રસરી જવા પામી હતી.

ગોંડલ

ગોંડલના ચરખડી અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ પડયો હતો.

કેશોદ

કેશોદના પ્રતિનિધિ કિશોરભાઇ દેવાણીના અહેવાલમાં જણાવ્યું હતું કે, ગઇકાલે મોડી રાત્રીના કેશોદમાં અડધો ઇંચ વરસાદ પડયો હતો.

છેલ્લા ૨૪ કલાકમાં રાજકોટ સહિત સૌરાષ્ટ્ર - કચ્છમાં પડેલ વરસાદના આંકડા નીચે મુજબ છે.

ગીર સોમનાથ

વેરાવળ

૮૩

મી.મી.

તાલાલ

૧૪

,,

સુત્રાપાડા

૨૧૦

,,

કોડીનાર

૧૮૨

,,

ઉના

૩૭

,,

ગીરગઢડા

૭૫

,,

અમરેલી

બાબરા

૧૧

મી.મી.

બગસરા

,,

ધારી

૧૦

,,

જાફરાબાદ

૩૧

,,

ખાંભા

૬૩

,,

લાઠી

,,

લીલીયા

,,

રાજુલા

૧૦૬

,,

સાવરકુંડલા

૩૯

,,

વડિયા

૨૦

,,

જુનાગઢ

જુનાગઢ

મી.મી.

કેશોદ

૧૨

,,

માળીયાહાટીના

૭૫

,,

માંગરોળ

૩૬

,,

મેંદરડા

૨૬

,,

વિસાવદર

૧૫

,,

ભાવનગર

મહુવા

૧૦

મી.મી.

(11:28 am IST)