Gujarati News

Gujarati News

News of Tuesday, 10th July 2018

જૂનાગઢ જિલ્લામાં બેટી બચાવો બેટી પઢાવો યોજના અંતર્ગત રચાયેલ ટાસ્ક ફોર્સની પ્રથમ બેઠક યોજાઇ

પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. કાયદાની કડક અમલવારી માટે સ્ટીંગ ઓપરેશન કરવા મદદ કરનાર મહિલાઓને પ્રોત્સાહન, જાતિ પરીક્ષણ કરનારની માહિતી આપનારને પ્રોત્સાહન અપાશે

જૂનાગઢ તા. ૧૦  :  ભારત સરકારશ્રી દ્વારા અમલમાં મુકવામાં આવેલ બેટી બચાવો બેટી પઢાવો કાર્યક્રમ વડાપ્રધાન ફલેગશીપ કાર્યક્રમ પૈકીનો એક છે. આ યોજનાનાં અમલીકરણ માટે જૂનાગઢ જિલ્લામાં બેટી બચાવો બેટી પઢાવો યોજના અંતર્ગત  રચાયેલી ટાસ્કફોર્સની પ્રથમ બેઠક જિલ્લા કલેકટર ડો. સૈારભ પારઘીની અધ્યક્ષતામાં યોજાઇ હતી, બેઠકમાં કમિટી યોજનાના અમલીકરણની બાબતોનું મોનીટરીંગની કામગીરી, બેટી બચાવો, બેટી પઢાવો યોજના અંતર્ગત જિલ્લાનો વાર્ષિક એકશન પ્લાન મંજુર કરવો, યોજનાનાં અમલીકરણ બાબતે ચર્ચા કરી સબંધિત કચેરીને સુચના આપવી, યોજનાના અમલીકરણ સંબંધિત નતીતિગત બાબતો અ;ગે નિર્ણય લેવા, યોજનાના પરીણામલક્ષી કામગીરી માટે વિવિધ વિભાગો વચ્ચે સંકલન કરવા નિર્ણયો લેવા, આરોગ્ય અને શિક્ષણ શાખાની કામગીરી સમીક્ષા, જાતીદરમાં સુધાર માટે પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. કાયદાના અમલીકરણ, નાણાકીય બાબતો અને હીસાબોની સમીક્ષા, યોજનાના મુખ્ય ત્રણ માપદંડોમાં સુધાર બાબતે સમીતિ સંબ;ધિત કચેરીને ઘનીષ્ઠ કામગીરી કરવા જરૂરી સુચનાઓ આપવી, જિલ્લાની કામગીરીનો સમયાંતરે રાજય સ્તરની કચેરી તેમજ એજન્સીને અહેવાલ રજુ કરવા સહિતની બાબતો પર ચર્ચા સમીક્ષા કરવામાં આવી હતી.

બેઠકમાં જેન્ડર રિસોર્સ સેન્ટર અમદાવાદનાં પ્રતિનીધી મહેન્દ્રભાઇ મકવાણાએ જણાવ્યુ હતુ કે જિલ્લામાં દર વર્ષે જાતિદરમાં ૧૦ ટકાનો વધારો કરવા, એનીમીક અથવા ઓછા વજન ધરાવતી દીકરીઓનું પ્રમાણ ઓછુ કરવુ, પંચાયત પદાધિકારીઓ, સંસ્થાઓ તેમજ સમુદાયને કન્યા જન્મદર તેમજ કન્યા શિક્ષણ પ્રત્યે સંવેદનશીલ અને સક્રિય કરવા, નવજાત તમામ દિકરીઓનું રસીકરણ, જાતીય ગુનાઓ સામે રક્ષણ, દીકરીઓમાં માધ્યમિક શીક્ષણનું પ્રમાણ વધે તે સુનિશ્વિત કરવા સહિતની બાબતો પર બેઠકનાં સભ્યોને માર્ગદર્શન પુરૂ પાડ્યુ હતુ. યોજનાની માર્ગદર્શિકામાં જણાવ્યા મુજબ પ્રવૃતિઓ હાથ ધરવા માટે જિલ્લાની જરૂરીયાતો અનુસાર પ્રવૃતિઓ અને તે સામે થનાર સંભવીત ખર્ચ માટે ગ્રાન્ટ ફાળવવામાં આવશે. જે અંગે કલેકટરની મંજુરીથી સંકલીત બાળ વિકાસ વિભાગની કચેરીના સંલગ્નમાં નાણાકીય આયોજનો કરી શકાશે, જયાં દીકરા દીકરીનાં જન્મદરનું પ્રમાણ અસંતુલીત છે તેવા ગામનાં પાદરમાં દીકરા-દીકરી બોર્ડ મુકાશે જેથી ગ્રામજનો તેમના ગામના દીકરી જન્મદરથી જાગૃત બનશે. બેટી બચાવો બેટી પઢાવો અભીયાન અંતર્ગત પંચાયતી રાજનાં સભ્યો, યુવાનો, સ્થાનિક આગેવાનો, પોલીસ તથા શિક્ષકોની ઉપસ્થિતીમાં જાગૃતિ સંમેલનો યોજાશે. તાલુકા સ્તરે આશા વર્કર, સખીમંડળ, આંગણવાડી વર્કર, ગ્રામ આગેવાનો, પંચાયતીરાજ સંસ્થાનાં હોદેદારોની ઉપસ્થિતીમાં સંમેલન યોજવામાં આવશે જેમાં મહિલાઓ, નવદંપતી, ઉચ્ચ શિક્ષણ મેળવેલ દીકરીઓ, સફળ યુવતીઓને બ્રાન્ડ એમ્બેસેડર બનાવી કાર્યક્રમો યોજવામાં દીકરી જન્મનાં વધામણા કીટ, દીકરી દત્ત્।ક લીધેલ યુગલને એવોર્ડ, કીશોરી મેલા(જીવ કૈશાલ્ય પોષણ શિક્ષણ) માત્ર દીકરી ધરાવનાર માતા-પિતાનૂં સન્માન, ધો-૬, ધો-૮ અને ધો-૧૦માં દીકરીઓનાં ૧૦૦ ટકા નામાંકન ધરાવતી શાળાઓને અનુદાન, વાલી સંમેલન, દીકરીઓ માટેની વિવિધ સ્પર્ધાઓ, તાલીમ, પી.સી. એન્ડ પી.એન.ડી.ટી કાયદાની કડક અમલવારી માટે સ્ટીંગ ઓપરેશન કરવા મદદ કરનાર મહિલાઓને પ્રોત્સાહન, જાતી પરીક્ષણ કરનારની માહિતી આપનારને પ્રોત્સાહનની જોગવાઓ અંગે બેઠકમાં ચર્ચા સમીક્ષા કરવામાં આવી હતી.

બેઠકમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી પી.એમ. બારૈયા, નાયબ માહિતી નિયામક રાજુ જાની, નાયબ પોલીસ અધિક્ષકશ્રી રાણા, ડો. સંજીવકુમાર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીનાં પ્રદિપસીંહ સોલંકી, જિલ્લા બાળ સુરક્ષા એકાનાં આર.સી.મહિડા, શીશુમંગલ સંસ્થાનાં આચાર્યા અમૃતીયા મીનાબેન, જિલ્લા માધ્યમિક શિક્ષણાધિકારી બી.એસ.કૈલા સહિત સમીતીનાં સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

(9:17 am IST)