Gujarati News

Gujarati News

News of Tuesday, 10th July 2018

બિલિયાળાની ગૂમ ત્રણ વર્ષની બાળકીનો મૃતદેહ 20 ફૂટ ઊંડે બોરમાં ફસાયેલો મળ્યો

બોરમાં સબમર્શીબલના કામ વેળાએ દુર્ગંધ આવતા લોકોએ ટોર્ચથી જોયું તો મૃતદેહ જોવા મળ્યો :મૃતદેહ ગમ થયેલી બાળાનો હોવાનું ખુલ્યું

 રાજકોટ-ગોંડલ નેશનલ હાઇવે બીલયાળા ગામના પાટિયા પાસે આવેલી જીનિંગ મીલમાંથી ત્રણ દિવસ પહેલાં ત્રણ વર્ષની માસૂમ બાળકી ગુમ થઇ હતી. આ ઘટના અંગે તાલુકા પોલીસે અપહરણનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. દરમિયાન કારખાનાના બોરમાં માસૂમનો મૃતદેહ મળી આવતા તેને બહાર કાઢવા તંત્ર કામે લાગ્યું હતું.

  પ્રાપ્ત વિગતો અનુસાર બીલયાળા પાસે આવેલા ભાલાળા કોટન જીનિંગ મીલમાં રહેતા અને મજૂરી કામ કરતા મૂળ એમપીના અલીરાજપુરના ખંડલા ગામના વતની લાલુભાઈ ઇન્દરસિંહ ચૌહાણની ત્રણ વર્ષની માસુમ પુત્રી વર્ષા 6 જુલાઇના રોજ અચાનક ગુમ થઇ જતાં અપહરણ અંગેની પોલીસ ફરિયાદ નોંધાવા પામી હતી.

   દરમિયાન આજે સવારના સમયે જીનિંગ મિલમાં આવેલા બોરમાં સબમર્શીબલ ફિટિંગનું કામ ચાલી રહ્યું હતું. તેવામાં બોર પાસેથી તીવ્ર દુર્ગંધ આવવા લાગતા લોકો દ્વારા ટોર્ચની મદદથી બોરની અંદર નજર કરતા આશરે 20 ફુટ ઉંડે કોઈ મૃતદેહ ફસાયો હોવાનું માલુમ પડ્યું હતું. બાદમાં આ મૃજદેહ ત્રણ દિવસ પહેલાં ગુમ થયેલી માસુમ બાળાનો હોવાનું જણાવયું હતું. જેની જાણ તાલુકા પોલીસ, માનવ સેવા ટ્રસ્ટ અને નગરપાલિકાના ફાયર ફાઇટરને કરાતા તમામ ઘટના સ્થળે દોડી ગયા હતા. મૃતદેહ ને બહાર કાઢવા માટે જેસીબી મદદ થી આસપાસ માં મોટો ખાડો કરવામા આવી રહ્યો છે

(8:47 pm IST)