Gujarati News

Gujarati News

News of Monday, 10th June 2019

રાજકોટથી પરત જઇ રહેલ કચ્છ-ભુજનાં દુરદર્શનના પ્રતિનિધિ કૌશિક કંઠેચાની કારને અકસ્માતઃ સેનેટ સભ્ય-મોટાબેનનું મોત

રાજકોટ પોતાના બન્ને બહેનો (સેલટેકસ ઓફીસર) ની પરિક્ષા હોય કાર લઈ રાજકોટ આવેલ

ભુજ, તા.૧૦: કચ્છ-ભુજના દૂરદર્શનના પ્રતિનિધિ કૌશિકભાઇ કંઠેચાની કારને કચ્છના ચીરઇ પાસે અકસ્માત નડતા તેમના મોટાબેન સેનેટ સભ્ય વિજયાબેનનુ મોત થતા અરેરાટી વ્યાપી ગઇ છે.

દુરદર્શન (કચ્છ ભુજના )ના પ્રતિનિધી કૌશિક કંઠેચાને રાજકોટથી પરત ફરતા ચીરઈ પાસે કાર અકસ્માતઃ રાજકોટ પોતાના બન્ને બહેનોની પરિક્ષા(સેલટેકસ ઓફીસર) હોય કાર લઈ રાજકોટ આવેલ.બાદ રાજકોટથી કચ્છ પરત ફરતી વખતે ચીરઈ પાસે કાર અકસ્માત, કારમા બેસેલ કૌશિકભાઈનાં મોટા  બહેન વિજયા બેનનું ઘટના  સ્થળે મોત થયું હતું.

 સ્વ.વિજયાબહેન એ પોતાના ઉચ્ચ અભ્યાસ બાદ પીએચડી પણ પુર્ણ કરેલ. તેમજ તેઓ કચ્છ યુનિવર્સીટી માં સેનેટ સભ્ય તરીકે (સિન્ડીકેટ મેમ્બર)તરીકે સેવા આપતા સામાજીક ક્ષેત્રે પણ સુશિક્ષિત યુવા અગ્રણી તરીકે લોકસભા ૨૦૧૯ મા કોગ્રેસ પક્ષના યુવા મહીલા પ્રતિનિધી તરીકે અગ્રક્રમના દાવેદાર રહેલ.આશાસ્પદ મેઘાવી પ્રતિભા અને ઉચ્ચ અભ્યાસ હોય તેઓને પ્રોફેસર સહીત તાજેતરમા સારા પદે નોકરીઓની ઓફરો પણ આવેલ.  વિજયાબહેન અને તેમના નાના બહેન જીમ્મીબહેન કૌશિકભાઈ સાથે બન્ને બહેનો રાજકોટથી પરિક્ષા આપી પરત ફરતા ચીરઈ પાસે મોટા હેવી ટ્રોલર- ટ્રક કન્ટેનરે કાવો મારતા સર્જાયેલ ગમખ્વાર સર્જાતા અકસ્માતમાં આશાસ્પદ વિજયાબહેનનુ ઘટના સ્થળ પર નિધન થયેલ.જયારે દુરદર્શનના પ્રતિનિધી કૌશિક ભાઈ કંઠેચા અને તેમના બહેન જીમ્મીબેનને ઈજા થતા વાગડ વેલ્ફેર હોસ્પીટલમાં એડમીટ કરાયેલ છે. હાલ તેઓની તબીયત સારીછે. સામાન્ય ઈજા હોય નિરીક્ષણ માટે અત્રે સારવાર માં છે. બન્ને ભાઈ બહેન ભયમુકત હોવાનુ ડોકટરે જણાવેલછે.

આશાસ્પદ સુશિક્ષિત સામાજીક યુવા અગ્રણી વિજયાબેનના અકસ્માતમાં નિધનના ખબર પડતા સમગ્ર કચ્છ પંથકમા શોકનુ મોજુ..(સ્વ.વિજયાબેન કૌશિકભાઈના બહેન અને દુરદર્શનના રામજીભાઈ મેરીયાના ભાણેજ થતા હોય દુરદર્શન, આકાશવાણી પરિવાર, કચ્છમિત્ર સહીત પ્રીન્ટ ઈ'મિડીયાના તમામ પત્રકાર મિત્રમંડલ પણ કંઠેચા પરિવારના દુખમા સહભાગી બન્યા હતા.

કૌશિકભાઈ, વિજયાબેનના પિતા પીજીવાસીએલમા સર્વીસ સાથે કર્મઠ યુનિયન લીડર તરીકે આગવી લોકચાહના ધરાવેછે.ચાર બહેનો અને એકભાઈના પરિવારમાં સ્વ.વિજયાબેનના અન્ય બહેને કૈલાશબહેને પણ રણ ઉપર પીએચડી કરેલ છે.તેમજ વિજયાબેને પણ પોતાના પીએચડીનો અભ્યાસ પુર્ણ કરી હાલ કલાસ વન અધીકારી માટે ઉચ્ચ સ્પર્ધાત્મક પરિક્ષા આપતા.તેમજ શૈક્ષણીક અને સેવાકીય પ્રવ્રૃતિમાઅગ્રેસરસુશિક્ષિત યુવાઅગ્રણી વિજયાબેનના અકાળે નિધનથી કંઠેચા પરિવાર અને બહોલા મિત્રમંડલમાં શોકનો માહોલ છવાયો છે.

(4:24 pm IST)