Gujarati News

Gujarati News

News of Monday, 10th June 2019

અનુકરણ નહી અનુસરણ કરવુ ખૂબજ મહત્વનુ છેઃ પૂ. મોરારીબાપુ

કચ્છનાં મુંદ્રામાં આયોજીત ''માનસ અહિંસા'' શ્રીરામકથાનો ત્રીજો દિવસ

રાજકોટ તા. ૧૦ : ''કોઇનું અનુકરણ નહી પરંતુ અનુસરણ કરવુ જોઇએ'' કારણ કે, તે ેખૂબજ મહત્વનું છે તેમ કચ્છના મુંદ્રામાં આયોજીત ''માનસ અહિંસા'' શ્રીરામકથાના ત્રીજા દિવસે કહ્યું હતું.

પૂ. મોરારીબાપુએ ગઇકાલે બીજા દિવસે કહ્યું હતું કે, સત્ય, પ્રેમ અને કરૂણાએ અહિંસક છે. પરમ સત્ય, પરમ પ્રેમ અને પરમ કરૂણા કયારેય કોઇની હિંસા ન કરી શકે. સત્ય એ પરમાત્માનું વ્રત છે.ે ભગવાન કૃષ્ણ સત્યવ્રતી છે. એટલે જ એ હિંસક નથી. આવુ સત્યએ અહિંસક જ હોય. ઘણાં લોકો કહે છેકે, હું સાચો હતો ને એટલે જ મેં બે લાફા મારી દીધા અરે. તુ સાચો હોય તો હિંસક બને જ નહી સત્ય અહિંસક બનાવે છ.ે

ગાંધી સત્યના ઉપાસક હતા એટલે જ એ અહિંસાના વ્રતી હતા. કૃષ્ણ, મહાવીર, ભગવાન બુદ્ધ આ બધા જ સત્ય મૂર્તિ છે. અને એટલે જ એ અહિંસક છે એક વાત હંમેશા યાદ રાખજો કે, કોઇપણ જીત એ હંમેશા હિંસામાંથી જ જન્મે છે, અહિસામાંથી તો હાર જ જન્મે ભાગવતનો એક શ્લોક છ, અને ગોખીને પણ એનુ રટણ કરો. બાપુએ એ શ્લોકનો ગાન-પાઠ કરાવ્યો હતો.

પૂ.મોરારીબાપુએ વધુમાં કહ્યું કે સમાધાન આપે એ સાધુ એમ જ આ દેહરૂપી ઘડામાં પણ અનેક કાણા  છે. એમાં સત્સંગના જળ કેમ ભરાશે ? પણ જો આ આખો ઘડો જ મહારસમાં ડુબાડી દઇએ તો ઘડો  ભરાવાની કોઇ ચિંતા રહેતી નથી કાનને સદ્દવાર્તામાં, જીભને સારી વાતોમાં, ધ્રાણોનિયને સારૂ, સુંઘવામાં, આપણા હાથને શુભકાર્યો સદ્દકાર્યો કરવામાં ડુબાડી રાખીએ, સંસ્કૃત શબ્દકોશમાં સાધુનો પર્યાય 'સમાધાન'ને ગણાવ્યો છે જે જીવતુ-જાગતુ-હાલતુ-ચાલતુ સમાધાન હોય એ સાધુ છે.

(4:24 pm IST)