Gujarati News

Gujarati News

News of Monday, 10th June 2019

બાબરાના દરેડની સીમમાં દંપતિ ઉપર જીવલેણ હૂમલો-દોઢ લાખની લૂંટ કરનાર ૩ શખ્સોની શોધખોળ

 અમરેલી તા. ૧૦ :.. એક દાયકા પુવે અમરેલી જિલ્લામાં સાંજથી રાત્રીના માર્ગો, સીમમાં માર મારી હત્યા, સહિત લૂંટની ઘટના થથરાવતી હતી.

એજ ઘટનાનું પુનરાવર્તન થઇ રહ્યું હોય તેમ બાબરાના દરેક ગામે સીમમાં રાત્રીના દંપતિ ઉપર ત્રણ લૂંટારૂઓએ માર મારી જીવલેણ ઇજા કરી દોઢ લાખના દાગીનાની લૂંટ ચલાવી ગયાની ઘટના બનતા ફફડાટ વ્યાપી ગયો છે.

આ બનાવની વિગતો એવા પ્રકારની છે કે બાબરાના દરેડ ગામે રહેતા મહેશ ડાયાભાઇ શીરોળીયા ભરવાડના માતા-પિતા વાડીએ કામ કરતા હતા ત્યારે રાત્રીના પુર્વ આયોજીત કાવતરૂ રચી ત્રણ અજાણ્યા લૂંટારૂ ત્રાટકી ધોકા, કુહાડી વડે માર મારી જીવલેણ ઇજા કરી રૂમમાં ગોંધી રાખી બે મોબાઇલ તથા પહેરેલ સોના-ચાંદીના દાગીના મળી કુલ કિ. રૂ. ૧,પર,પ૦૦ ની લૂંટ ચલાવી નાસી ગયાની ફરીયાદ પોલીસમાં થવા પામી હતી. પોલીસે નાસી છૂટેલા ૩ શખ્સોની શોધખોળ હાથ ધરી છે.

(3:44 pm IST)