Gujarati News

Gujarati News

News of Monday, 10th June 2019

દુષ્કર્મની ફરિયાદનાં પ્રશ્ને યુવતિના કુટુંબી ભાઇને ત્રણ શખ્સોની ધમકી

વિસાવદરના મોટા કોટડા ગામનો બનાવ

 જુનાગઢ તા.૧૦ : દુષ્કર્મની ફરિયાદનો પ્રશ્ને યુવતીના કુટુંબી ભાઇને વિસાવદરના મોટા કોટડા ગામના ત્રણ શખ્સોએ માર મારી અને ધમકી આપી હોવાનું પોલીસ દફતરે નોંધાયુ છે.

આ બનાવની વિગતો એવી છે કે વિસાવદર તાલુકાના મોટા કોટડા ગામના દયાબેન ગોરધનભાઇ વઘાસીયાના કુટુંબી દિયરની ત્રણ પુત્રી ઉપર રહીમના પુત્ર મુસ્તાકે બળાત્કાર કરેલ.

જે અંગે દયાબેનના પુત્ર ગૌરગે હિંમત આપતા ભોગ બનનાર યુવતીએ પોલીસ ફરીયાદ કરેલ જેનું મનદુઃખ રાખી અને ફરીયાદ પાછી ખેંચી લેવાની કાન દિલાવર ખા, કાળુ ઇબ્રાહીમ પઠાણ, યુનુસ પઠાણ અને રહીમ ગુલાલ પઠાણે ગૌરાંગને માર મારી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ થતાં જમાદાર કે.પી. મેતાએ તપાસ હાથ ધરી છે.

(3:43 pm IST)