Gujarati News

Gujarati News

News of Monday, 10th June 2019

માધવપુર ઘેડના પાતામાં વાહનો સળગાવીને નુકસાન અંગે ૧૪ પુરૂષોને ર દિ'ની રીમાન્ડઃ પ મહિલા જેલ હવાલે

 પોરબંદર તા. ૧૦ :.. માધવપુર ઘેડાના યાતા ગામે બે દિવસ પહેલા સાઇકલોન સેન્ટર બનાવવા સામે ગ્રામ્યજનોએ ઉગ્ર વિરોધ કરીને વાહનો સળગાવીને નુકસાન કરવા અંગે પોલીસે ર૦૦ થી ૩૦૦ લોકોના ટોળા સામે ગુન્હો નોંધ્યો છે. જેમાં ઝડપાયેલા ૧૪ પુરૂષોને કોર્ટમાં રીમાન્ડની માગણી સાથે રજૂ કરતા મંગળવાર સુધી ર દિવસની રીમાન્ડ મંજૂર થઇ છે. જયારે પ મહિલાઓને જેલ હવાલે કરેલ છે.

યાતા ગામે સરકાર દ્વારા ધાર્મિક જગ્યા પાસે સાઇકલોન સેન્ટર બનાવવામાં આવી રહેલ હોય ગ્રામ્યજનોએ વિરોધ કરેલ અને સરકારમાં રજૂઆત કરતા ધ્યાન અપાતું ન હોય ગ્રામ્યજનો ઉગ્ર વિરોધ સાથે જાહેરમાં આવીને કોન્ટ્રાકટરોના ર વાહનને સળગાવી નાખેલ તથા પોલીસની ગાડી ઉપર પથ્થરમારો કરીને તોડફોડ કરીને નુકસાન કર્યુ હતું.  બનાવ બાદ પોલીસ ઘટના સ્થળે દોડી આવીને કડક પોલીસ બંદોબસ્ત મુકી દેવામાં આવેલ છે. 

(3:41 pm IST)