Gujarati News

Gujarati News

News of Monday, 10th June 2019

અરબી સમુદ્રમાં લો-પ્રેશરઃ પોરબંદર અને વેરાવળ કાંઠે અસરની શકયતા

વેરાવળથી દરિયામાં ૧૦૨૦ કિ.મી. તથા મુંબઈ કાંઠાથી ૮૪૦ કિ.મી. દૂર લો-પ્રેશરઃ દરિયા કાંઠે ચક્રવાત પવનની શકયતા

પોરબંદર, તા. ૧૦ :. અરબી સમુદ્રમાં લો પ્રેશરની સૌરાષ્ટ્રના પોરબંદર અને વેરાવળ દરિયાકાંઠે અસરની શકયતા છે. અરબી સમુદ્રમાં આંતરરાષ્ટ્રીય જળ સીમા નજીક લો પ્રેશર ઉભુ થયું છે.

વેરાવળથી અરબી સમુદ્રમાં ૧૦૨૦ કિ.મી. દૂર તેમજ મુંબઈથી ૮૪૦ કિ.મી. દૂર લો-પ્રેશર ઉભુ થયું. લો-પ્રેશરને લઈ દરિયાકાંઠા ઉપર તોફાનની શકયતા રહે છે.

જૂનાગઢ કૃષિ યુનિ. ગ્રામીણ કૃષિ મોસમ વિભાગના ધીમંતભાઈ વઘાસિયાએ જણાવેલ કે વેરાવળથી પોરબંદર થઈને ઓખા દરિયાકાંઠા સુધી ચક્રવાત પવનની અસરની શકયતા છે.

(3:36 pm IST)