Gujarati News

Gujarati News

News of Monday, 10th June 2019

ગોંડલ નજીક ટ્રક હડફેટે બાવાજી માતા-પુત્રીના મોત

ઉમવાડા ચોકડી પાસે સ્કૂટીમાં જઈ રહેલ બન્નેને હડફેટે લેતા ઘટના સ્થળે જ મોત નિપજતા અરેરાટી

તસ્વીરમાં અકસ્માતગ્રસ્ત સ્કૂટી તથા માતા-પુત્રીનો ભોગ લેનાર કાળમુખો ટ્રક તથા મૃતક માતા-પુત્રીના મૃતદેહો નજરે પડે છે(તસ્વીરઃ ભાવેશ ભોજાણી-ગોંડલ)

ગોંડલ, તા. ૧૦ :. ગોંડલના ઉમવાડા ચોકડી પાસે ટ્રક હડફેટે માતા-પુત્રીના મોત નિપજતા અરેરાટી વ્યાપી ગઈ છે.

પ્રાપ્ત માહિતી મુજબ ગોંડલમા રહેતા નીતાબેન દિવ્યેશભાઈ ગોંડલીયા (ઉ.વ. ૩૪) બાવાજી પોતાના સ્કૂટી નં. જીજે ૩ બી.આર. ૬૭૫૧માં પોતાના માતા રસીલાબેન ઈશ્વરદાસ હરીયાણી (ઉ.વ. ૬૫) રહે. પારડી, તા. લોધીકાને લઈને ઉમવાડા ચોકડી પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ટ્રક નં. જીજે ૦૩ એ.ઝેડ ૧૦૦૦ના ચાલકે સ્કૂટીને હડફેટે લેતા બન્નેના ઘટના સ્થળે મોત નિપજયા હતા.

આ બનાવની જાણ થતા ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા મૃતદેહને ગોંડલની સરકારી હોસ્પીટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા હતા. આ બનાવની જાણ થતા ગોંડલ તાલુકા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

એક સાથે માતા-પુત્રીના અકસ્માતમાં મોત થતા બાવાજી પરિવારમાં ઘેરોશોક છવાઈ ગયો છે.

(2:16 pm IST)