Gujarati News

Gujarati News

News of Monday, 10th June 2019

ધાંગ્રધાના જેસડા ગામે ખેડૂતોએ પાક વીમા કંપનીનું બેસણું રાખ્યું : મુંડન અને બારમાનો કાર્યક્રમ પણ થશે

તાલુકા પોલીસને જાણ થતા પીએસઆઈ સહિતનો સ્ટાફ જેસડા ગામે પહોચી ગયા

ધ્રાંગધ્રા તાલુકાના જેસડા ગામે મોટી સંખ્યામા ખેડૂતો પાકવીમા કંપનીનો વિરોધ્ધ કરતા બેસણુ યોજી અનોખો વિરોધ કર્યો હતો ખેડૂતો દ્વારા જેસડા ગામે પાકવીમા કંપનીનુ બેસણાનો કાર્યક્રમ શરુ કરતા ધ્રાંગધ્રા તાલુકા પોલીસ હરકતમા આવી હતી અને તુરંત તાલુકા પોલીસને જાણ થતા પીએસઆઈ સહિતનો સ્ટાફ જેસડા ગામે પહોચી ગયા હતા.જોકે ખેડૂતો દ્વારા બેસણા કાર્યક્રમ સિવાય અન્ય કોઇ જલદ કાર્યક્રમ ન હોવાથી પોલીસ દ્વારા ખેડૂતોની અટકાયત કરવાનુ ટાળ્યુ હતુ

 ગુજરાત કિશાન સંગઠનના અધ્યક્ષ જે.કે.પટેલ દ્વારા જણાવાયું હતું કે, પાકવીમા કંપનીની માનવતા મરી ગઇ હોવાના લીધે તેઓ દ્વારા ગત દિવસોમા સ્મશાન યાત્રાનો કાર્યક્રમ રાખ્યો હતો પરંતુ પોલીસ અટકાયતના લીધે આ કાર્યક્રમ સફળ નહી રહેતા અંતિમ વિધિ પ્રમાણે તેઓ આજે બેસણાનો કાર્યક્રમ રાખ્યો હતો હજુ ખેડૂતોની માંગ સ્વીકારવામાં નહીં આવે તો અગામી સમયમા મુંડન અને બારમાનો કાર્યક્રમ પણ થશે તેમ જણાવ્યું હતું

 . બીજી તરફ જેસડા ગામે પાકવીમાં કંપનીના બેસણા કાર્યક્રમમાં ધ્રાંગધ્રા પંથક માથી મોટી સંખ્યામા ખેડૂતો અહીં આવ્યા હતા. અન્ય બેસણાની માફક અહીં પણ બેસણુ યોજી તમામ ખેડૂતો દ્વારા બે મિનિટનું મૌન ધારણ કરી બાદમા શાંતિપુર્ણ રીતે કાર્યક્રમનું સમાપન કરી અગામી સમયમા જ્યાં સુધી ખેડૂતોની માંગ નહીં સ્વીકારય ત્યાં સુધી આ જ રીતે આશ્ચર્યજનક કાર્યક્રમો આપવાની ચીમકી ઉચ્ચારાઇ હતી.

પાકવીમા કંપનીના બેસણા કાર્યક્રમમા ગુજરાત કિશાન સંગઠનના અધ્યક્ષ જે.કે.પટેલ, સુરેશભાઇ પટેલ, ચંદુભાઇ, શક્તિસિંહ ઝાલા સહિત ધ્રાંગધ્રા પંથકના આજુ-બાજુ ગામોમાથી મોટી સંખ્યામા ખેડૂતોએ હાજરી આપી પાકવીમા કંપની સામે અનોખી રીતે વિરોધ્ધ નોંધાવ્યો હતો.

(2:11 pm IST)