Gujarati News

Gujarati News

News of Monday, 10th June 2019

આશાપુરા એજયુકેશન ટ્રસ્ટ ઉપલેટા દ્વારા વિનામૂલ્યે ચોપડા વિતરણ

(ભરત દોશી દ્વારા ) ઉપલેટા, તા.૧૦: ઉપલેટામાં આશાપુરા એજયુકેશન ટ્રસ્ટ દ્વારા ઉપલેટા શહેરના વોર્ડ નંબર ૩ ના તમામ જ્ઞાતિના લોકોના બાળકોને વિનામૂલ્યે ફુલસ્કેપ ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આશાપુરા એજયુકેશન ટ્રસ્ટ દ્વારા છેલ્લા ત્રણ દાયકાથી ગરીબ અને નબળા વર્ગના બાળકો શિક્ષણથી વંચિત ન રહી જાય તે માટે ટ્રસ્ટ ની સ્થાપના કરવામાં આવી છે અને આ ટ્રસ્ટના માધ્યમથી જે વિવિધ પ્રકારની સેવાકીય પ્રવૃત્ત્િ।ઓ કરવામાં આવે છે આજના આ પ્રસંગે આશાપુરા એજયુકેશન ટ્રસ્ટના અને નગરપાલિકાના પૂર્વ પ્રમુખ રણુભા જાડેજા, પૂર્વ પ્રમુખ દાનાભાઈ ચંદ્રવાડીયા , ઉપપ્રમુખ ધવલભાઇ માકડીયા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન નિકુલભાઇ ચંદ્રવાડીયા, વાઇસ ચેરમેન ચંદ્રપાલસિંહ જાડેજા, હરસુખભાઇ સોજીત્રા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

(1:01 pm IST)