Gujarati News

Gujarati News

News of Monday, 10th June 2019

લાઠીના કેરાળા ગામના ઉદ્યોગપતિનો વતન પ્રેમઃ ગામના પાદરે પ્રવેશ દ્વારાની ભેટ આપી

લાઠી, તા.૮: અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના કેરાળા ગામના વતની મગનભાઈ ભુવા છેલ્લા કેટલાય વર્ષોથી અમદાવાદ ખાતે રહી બિલ્ડર અને ઉદ્યોગક્ષેત્રે મોટું નામ ધરાવે છે.છેલ્લા દ્યણા વર્ષોથી અમદાવાદ ખાતે રાહતા હોવા છતાં તેઓ પોતાનો વતનપ્રેમ હજી સુધી ભૂલ્યા નથી.તેઓ પોતાના વતનનું ઋણ ચૂકકવા અનેક સામાજિક પ્રવૃત્ત્િ। પોતાના ગામમાં કરી રહ્યા છે.

છેલ્લા ઘણા વર્ષોથી આ ગામમાં એક અન્નક્ષેત્ર ચલાવે છે ત્રણ ટાઈમનું ભજનો અહીં જમાડવામાં આવે છે.આ ઉપરાંતની ગામમાં અનેક સામાજિક અને પોતાના ગામને મદદરૂપ થવાની અનેક એવી પ્રવૃતિઓ સાથે પણ તેઓ સંકળાયેલા છે ત્યારે મગનભાઈ ભુવાની આ યાદીમાં વધુ એક કામનો ઉમેરો થયો છે. મગનભાઈએ પોતાના ગામમાં લાઠી-અમરેલી રોડ પરથી કેરળા તરફ જતા માર્ગ પર લાખો રૂપિયા ખર્ચે એક પ્રવેશદ્વારની નિર્માણ કરાવ્યું છે. છેલ્લા ઘણા દિવસોથી આ પ્રવેશ દ્વારનું કામકાજ ચાલી રહ્યું હતું ત્યારે આ ગેઇટનું કામ પૂર્ણ થતાં મગનભાઈ દ્વારા આ ગેઇટનું ઉધ્ઘાટન કરી ખુલ્લો મુકવામાં આવ્યો હતો.

આ પ્રસંગે સમગ્ર ગામમાં પ્રસંગ જેવો માહોલ છવાયો હતો. ઢોલ-નગારા સાથે સમગ્ર ગામના લોકોએ મગનભાઈને વધાવી લેવાય હતા અને ઢોલીઓ પર ગામના લોકો અને ઉદ્યોગપતિઓ દ્વારા પૈસાનો વરસાદ કરાયો હતો જેથી સમગ્ર ગામ ખુશીના રંગમાં રંગાઈ ગયુ હતુ. આ દિવસે સમગ્ર ગામમાં ગામધુવાડા બંધ હતું અને સમગ્ર ગામના લોકોએ સાથે મળીને ભોજન લીધું હતું. ત્યારે આ કેરાળા ગામના વતનપ્રેમી મગનભાઈ બીજા લોકો માટે પણ પ્રેરણા રૂપ બની રહે છે.

(12:38 pm IST)