Gujarati News

Gujarati News

News of Monday, 10th June 2019

ભીમ અગિયારસ પૂર્વે જૂગારની મોસમ ખીલી રાજકોટ જિલ્લામાં ૯ દરોડામાં ૪૪ પકડાયા

વિંછીયાના ખડકાણા ગામે પ, આટકોટના મોટા દડવામાં ૩, ઉપલેટામાં પ, ભાડલાના કુદલમમાં ૪, ખડવાવડીમાં પ, ગોંડલમાં ૪, જસદણના ભડલીમાં ૭, બાખલવડમાં ૬ તથા જસદણમાં પ શખ્સો પોલીસની ઝપટે ચડી ગયા

રાજકોટ તા. ૧૦ :.. જીલ્લામાં ભીમ અગીયારસ પૂર્વે જ જૂગારની મોસમ ખીલી હોય તેમ અલગ-અલગ ૯ દરોડામાં ૪૪ પતાપ્રેમી પોલીસની ઝપટે ચડી ગયા હતાં.

પ્રથમ દરોડામાં વિંછીયાના ખડકાણા ગામે પો. કો. સુભાષભાઇ ડાભી સહિતના સ્ટાફે રેઇડ કરી જાહેરમાં જૂગાર રમતા ૧ દેવરાજ નથુભાઇ કોળી, શૈલેષ ભોળાભાઇ કોળી, જયરાજ નથુભાઇ કોળી, સુનીલ હરજીભાઇ કોળી તથા વિપુલ પુનાભાઇ ઉ.૩ર, રહે બધા ખડકાણાને રોકડ રૂ. ૧૦૧પ૦ અને ગંજીપતા સાથે પકડી પાડેલ છે.

બીજા દરોડામાં આટકોટના પો. કો. હિતેશભાઇ ડેરવાળીયા સહિતના મોટા દડવા ગામે, ઉમરાળીના રસ્તે, સોનારીયા સીમ વિસ્તાર, વીડીમાં રેઇડ કરી જૂગાર રમતા પ્રભાત રાવતભાઇ લાવડીયા, ધરણ ઉર્ફે ધમભાઇ લાખાભાઇ ચાવડા, બન્ને મોટા દડવા તથા જીવા કરશનભાઇ ચાવડા, રહે. કાનપર, ગેઇટની બાજુમાં તા. જસદણને રોકડ રૂ. ૧૦૪૪૦ અને ગંજીપતા સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરી હતી.

ત્રીજા  દરોડામાં ઉપલેટાના પો. કો. ગગુભાઇ ચારણ સહિતના સ્ટાફે ઉપલેટામાં નીલાખાની ગારી ખીચડીયા હનુમાનજીના મંદિર પાસે રેઇડ કરી જૂગાર રમતા વિઠલ સંભુભાઇ કપુપરા, ઉ.૬૧, ધંધો કેટરસ રહે. ઉપલેટા જીરાપ પ્લોટ, ઓધજી જસવંતભાઇ ગજેરા, ઉ.૬૮ ધંધો ખેતી રહે. ઉપલેટા શહીદ અર્જુન રોડ જીરાપ પ્લોટ, કારા ખીમાભાઇ ચંદ્રવાડીયા, ધંધો ખેતી રહે. ઉપલેટા યાદેસ્વર પાન વાળી ગલી, ગીરધર જીવરાજભાઇ સુતરીયા ધંધો ખેતી રહે. ઉપલેટા યાદવ રોડ નવા પટેલ સમાજ પાસે તથા લાલજી મોહનભાઇ કોળી ઉ.૬૮ ધંધો ખેતી રહે. ઉપલેટા શાસ્ત્રીનગર છેલ્લી શેરી ને રોકડા રૂ. ૧૧૩૧૦ અને ગંજીપતા સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

ચોથા દરોડામાં ભાડલા પોલીસે કુંદણી ગામની સીમમાં ધનજીભાઇ ગોવિંદભાઇ વાવડીયાની વાડીએ આવેલ ઢાળીયા પાસે દરોડો પાડી પ્રવિણ મોંઘાભાઇ કોળી ઉ.૪૪, જેન્તી ભગુભાઇ વાવડીયા, કેશુ કરશનભાઇ કોળી ઉ.૪પ, સુરેશ ઉર્ફે રણછોડભાઇ શામજીભાઇ કોળી ઉ.૩ર, ને જુગાર રમતા પકડી રૂ. ૧૦૧ર૦ ની રોકડ સહિતની મતા સાથે ઝડપી લીધા હતાં. રેઇડ દરમિયાન ૩ શખ્સોના નાસી છૂટતા તેની શોધખોળ હાથ ધરાઇ છે.

જયારે પાંચમાં દરોડામાં ભાડલા પોલીસે ખડવાવડી ગામની સીમમાં ભરતભાઇ સવસીભાઇ મકવાણાની વાડીએ આવેલ પતરા  વાળા ઢાળીયા પાસે દરોડો પાડી ભરત સવસીભાઇ મકવાણા, ઉ.૪૦, રણછોડ ઉર્ફે રસીકભાઇ મુળજીભાઇ કુકડીયા કોળી ઉ.૪પ રહે. કનેસરા, કિશોર ઉર્ફે યોગેશભાઇ બચુભાઇ મેર, કોળી ઉ.૩૦, વિનોદ શંભુભાઇ મકવાણા, કોળી ઉ.૪ર, ભુપત માવજીભાઇ માલકીયા, કોળી ઉ.૩પ, રહે. કનેસરા ગામ તથા ખડવાવડી તા. જસદણને જૂગાર રમતા પકડી લઇ રૂ. ૧૦૪ર૦ ની રોકડ સહિતની મતા કબજે કરી હતી.

છઠ્ઠા દરોડામાં ગોંડલ સીટી પોલીસે જેતપુર ત્રિકોણીયા પાસે ગુજરાત હાઉસીંગ બોર્ડના કવાર્ટર નં. ૧૮ર માં દરોડો પાડી જૂગાર રમતા કિરીટ ચત્રભુજભાઇ શેઠ ઉ.પપ (રહે. ગોંડલ જેતપુર ત્રિકોણીયા પાસે ગુજરાત હાઉસીંગ બોર્ડના કવાર્ટર નં. ૧૮ર, સુરેશ રસીકલાલ શિંગાળા ઉ.પ૦ રહે. રાજકોટ ગાંધીગ્રામ  વેલનાથ ચોક જીવંતીકાનગર, ગોપાલ કુરજીભાઇ ભાલાળા ઉ.૬૧, રહે. ગોંડલ ગીતાનગર-૪ ત્થા છગન નારણભાઇ રૈયાણી ઉ.૬પ રહે. ગોંડલ ભોજરાજપરા ગંજીવાડા રોડને પકડી લઇ રૂ. ૧૬૦૧૦ ની બાબત રોકડ સહિતની મતા કબ્જે કરી હતી.

પર દરોડો પાડી વરલીના આંકડા લેતો રૂ. ૧૪૧૬૦ ની રોકડ સહિતની મતા કબ્જે કરી હતી.

સાતમાં દરોડામાં જસદણ પોલીસે ભડલી ગામાં દરોડો પાડી જુગાર રમતા રાયા ભીમાભાઇ બારૈયા (ઉ.૪૦) (રહે. ભડલી તા.વિંછીયા, વિજય હરેશભાઇ ધનવાણીયા (ઉ.૧૯) (રહે. ભડલી તા. વિંછીયા) અશોક રમેશભાઇ ઝાપડીયા(ઉ.૧૯) (રહે. ભડલી તા. વિંછીયા) વિજય વેલાભાઇ માલકીયા (ઉ.રર) (રહે. આંકડીયા તા. વિંછીયા), પરેશ પરસોત્તમભાઇ મકવાણા (ઉ.ર૩) (રહે.ભડલી તા. વિંછીયા) મુકેશ વલ્લભભાઇ માલકીયા (ઉ.ર૧) (રહે. ભડલી તા.વિંછીયા) ને પકડી લઇ રૂ. ૧૦૧ર૦ની રોકડ સહિતની મતા કબ્જે કરી કાર્યવાહી કરી હતી.

આઠમાં દરોડામાં જસદણ પોલીસે બાખલવડ ગામે દેવરાજ ગોવિંદભાઇ સરૈયાના મકાન પાસે શેરીમાં જાહેરમાં જુગાર રમતા (૧) ભગા મુળુભાઇ મેવાડા, (ર) ભુપત લઘરાભાઇ કોળી, (૩) આનંદ ઉર્ફે વનરાજ જેસાભાઇ ભરવાડ, (૪) દેવરાજ ગોવિંદભાઇ ભરવાડ, (પ) જગમાલ મખાભાઇ ભરવાડ તથા (૬) લાલો સામતભાઇ ભરવાડ રહે. બાખલવડને રોકડ રૂ. ૧૭૬૮૦ તથા ગંજીપતા સાથે પકડી પાડેલ છે. તેમજ જસદણ પોલીસે જસદણ નવાયાર્ડની દિવાલની પાસે ઇંટોના ભઠ્ઠા નજીક લાઇટના અંજવાળે જુગાર રમતા (૧) જીતેન્દ્ર કનકરાય વ્યાસ જસદણ દેના બેંક પાસે, (ર) નરેન્દ્ર આંબાભાઇ માવલીયા રહે. જસદણ આદમજી રોડ શેરી નં. ૬, (૩) રાજેન્દ્ર જગદીશભાઇ ગોસાઇ રહે. જસદણ વેકરીયા ચોક (૪) વિપુલભાઇ કેશુભાઇ થોળીયા રે. જસદણ બજરંગનગર તથા વિનુ રામભાઇ અમીન રે. આદમજી રોડ જસદણને રોકડા રૂ. ર૬૪૩૦ અને ગંજીપતા સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(12:24 pm IST)