Gujarati News

Gujarati News

News of Monday, 10th June 2019

ગીરસોમનાથ જીલ્લા બંદર વિભાગ ચોમાસા આપતિ નિવારણ માટે સજ્જ

જિલ્લામાં વડામથકે રાઉન્ડ કલોક કંટ્રોલ રૂમનં. ૦ર૮૭૬-રર૧૧૩૯ સાથે કાર્યરત કરાયો કંટ્રોલરૂમમાં ત્રણ શીફટમાં કર્મચારીઓને ફરજ સોંપાઇઃ મોટા ટીવી સેટ ગોઠવાયા ફોન ફેકસ ઉપરાંત બોટોના સંપર્ક મો. HF VHF સંદેશા સિસ્ટમ લગાવાઇ કોસ્ટગાર્ડ અને કલેકટર તંત્રએ સતત એકબીજાના સંપર્કમાં રહેવા નિર્ણય લેવાયો

પ્રભાસ-પાટણ તા. ૧૦ : સમગ્ર ગીર-સોમનાથ જીલ્લા બંદર વિભાગ આગામી ચોમાસામાં વાવાઝોડું, દરિયાઇ હવામાન-વરસાદ આપત્તિને પહોંચી વળવા સજ્જ થયું છે.

૧૧૦ કી.મી. લાંબી દરિયાઇ પટ્ટી ધરાવતા આ જીલ્લાના નાના-મોટા બંદરોને હવામાન-સંકટ સમયે ઉપયોગી થઇ શકે તે માટે જીલ્લાના વડા મથક ખાતે રાઉન્ડ-ધ-કલોક કંટ્રોલરૂમ કાર્યરત કરાયો છે. જેના નંબર ૦ર૮૭૬-રર૧૧૩૯ કાર્યરત કરાયા છે.

રાજ્ય બંદર વિભાગના સુત્રોના અનુસાર આ કંટ્રોલરૂમ ત્રણ સીફટમાં કર્મચારીઓને ડયુટી ફાળવવામાં આવેલ છ.ે

વેરાવળને જીલ્લા મથક ગણી પોર્ટ ઓફીસર વી.એફ.ચૌધરી, આસી. ઇન્જી. જી. કે.  ભાલોડીયા, શૈલેષભાઇ સહિતના માર્ગદર્શન-સંકલન હેઠળ ખોલાયેલા આ કંટ્રોલરૂમમાં સીગ્નલ ચાર્ટ, ફરજ પરનો કર્મચારી રાજ્યના હવામાન વિષે વાફેક રહી શકે તે માટે મોટાસ્ક્રીન વાળું ટીવી.કે.જે. સતત ન્યુ ચેનલોથી સર્તક રહે. ફોન-ફેકસ ઉપરાંતની અદ્યતન સંદેશાવ્યવહાર ટેકનોલોજી લગાવવામાં આવી છે. જેમાં એચએફ અને વીએચએફ બોટોનો સંપર્ક કરવો હોય ત્યારે વીએચ.એફ. સીસ્ટમ અને બંદર વિભાગની હેડ ઓફીસ તેમજ ગુજરાતભરના બંદરોનો તાકીદના સમયે હોટ લાઇન જેમ સંપર્ક કરવો હોય ત્યારે એચ.એફ. સંદેશા સીસ્ટમ ઝડપભેર ઉપયોગ કરાય છે.બંદરની વડા કચેરી-હવામાન વિભાગ-અમદાવાદ તેમજ જીલ્લા કલેકટર વિભાગ તરફથી દરિયાઇ પવન, વાવાઝોડા અંગે દરિયાઇ બોટો માટે સાવધાન કરતાં સીગ્નલ લગાવવા ખાસ સ્ટાફ સર્તક રખાયો છે.દિવસના તો વહાણો સીંગ્નલ ભયસુચક જોઇ શકે પરંતુ રાત્રીના વખતે તે ન દેખાય માટે તેનો પણ ઉકેલ કાઢી સીગ્નલ સ્થંભ ઉપર એરીયલ ઉપર લાલ અને સફેદ લાઇટ જરૂરત મુજબ ચાલુ રાખી વાહણેન સલામતી નિર્દેશ આપે છ.ે

જીલ્લા કલેટકર અજયપ્રકાશે પણ બંદર વિભાગને અતિવૃષ્ટિ તથા સંભવીત વાવાઝોડા અંગે સુચના-પરિપત્ર અને મીટીંગ યોજી સુચનાઓ આપવામાં આવી છે કે દરિયામાં અતિવૃષ્ટ વાવાઝોડા સમયે જીલ્લાના તમામ બંદરો, હોડી વગેરે સલામત રહે તેની તકેદારી રાખવી અને જે તે બંદરે તેતવણીનું સીગ્નલ ચઢાવવાની જરૂરત પડે તો ચઢાવવું તથા તેની જાણ જીલ્લા કલેકટરને કરવી અને કોસ્ટગાર્ડના સંકલનમાં રહેવું

(12:18 pm IST)