Gujarati News

Gujarati News

News of Monday, 10th June 2019

હળવદમાં ધારાસભ્ય પરસોતમ સાબરીયાનો ભવ્ય સન્માન સમારોહ યોજાયો

હળવદ, તા.૧૦: તાજેતરમાં જ ૬૪ - ધ્રાંગધ્રા - હળવદ વિધાનસભા નિ પેટા ચૂંટણી યોજાઈ હતી જેમાં ભાજપ ના ઉમેદવાર પરસોતમ સાબરીયા નો ૩૫૦૦૦ મતો થી રેકોર્ડ બ્રેક વિજય થયો હતો. આ જીત ને વધાવવા રવિવારે આસ્થા સ્પિનટેકસ ના મેદાન માં ભવ્ય સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં હળવદ શહેર અને તાલુકા માંથી ૨૫૦૦ જેટલા શુભેચ્છકો ઉમટી પડ્યા હતા. સન્માન સમારોહ નું દીપ પ્રાગટ્ય કરી ને ઉદ્દઘાટન પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ ધીરૂભા ઝાલા અને પૂર્વ માર્કેટ યાર્ડ ચેરમેન જશુભાઈ પટેલ દ્વારા કરવા માં આવ્યું હતું.

આ તકે હળવદ શહેર અને તાલુકા ની વિવિધ જ્ઞાતિના અગ્રણીઓ, વેપારીઓ, ખેડૂતો, ડોકટરો, શાળા સંચાલકો, વકીલો, મહિલા મોરચો, નગર પાલિકા સદસ્યો, તાલુકા પંચાયત સદસ્યો વિગેરે એ ધારાસભ્ય પરસોતમ સાબરીયા નું સન્માન કાઈને નવાજયા હતા. સન્માન સમારોહ બાદ ધીરૂભા ઝાલા અને ધારાસભ્ય પરસોતમ સાબરીયા એ પોતાના વકતવ્ય માં જણાવ્યું હતુ કે આ ભવ્ય જીત ભાજપ કાર્યકર્તાઓ અને મતદારો ની છે અને તમામ નો આભાર માન્યો હતો. કાર્યક્રમ માં વિપુલ એરવાડિયા, હિતેશ પટેલ , મનુભાઈ રબારી , બકાલાલ ઠક્કર, ઇન્દુભા ઝાલા, જયુભા ઝાલા, અશોક પટેલ, જિજ્ઞાશું પંચોલી, ધર્મેશ જોશી, પ્રમોદભાઈ દેથરીયા  સહિત ના આગેવાનો હાજર રહ્યા હતા.

(12:16 pm IST)