Gujarati News

Gujarati News

News of Monday, 10th June 2019

બાંટવામાં જુદા જુદા વિસ્તારમાં ૧૪ બોર કરી પાણીની ટાંકી મુકાય : પાણી પ્રશ્ને રાહત

માણાવદર તા ૧૦  :  બાંટવા વિસ્તારમાં છેલ્લા ઘણાં દિવસોથી પાણીની આવક ઘટતા એકાંતરા પાણી આપવામાં આવતું હતું હવે દર ચોથા દિવસે પાણી વિતરણ કરવામાં આવે છે. પાણીની અછત ગામામાં લોકો ત્રાહીમામ પોકારી રહયા છે. ત્યારે પાણીની સમસ્યાને પહોંચી વળવા નગરપાલિકાના ચીફ ઓફીસરશ્રી દેવીબેન ચાવડા તથા પ્રમુખશ્રીની સુચના મુજબ પાણી પુરવઠાના વડા કે.ડી. કોડીયાતર દ્વારા તળાવ, ખાટકીવાસ, રાજપુતપરા, મોટાઝાંપા, ડો. આંબેડકરપરા, વગેરે જુદા જુદા વિસ્તારોમાં પાણીના ૧૪ બોર કરી દરેક વિસ્તારમાં પાણીની ટાંકીઓ મુકી વિસ્તારવાઇઝ પાણીની સમસ્યા હલ કરી આપવાથી લોકોમાં રાહતની લાગણી પ્રસરી છે.

બાંટવાના પ્રમુખશ્રી તથા ચીફ ઓફીસરશ્રી દેવીબેન ચાવડા તથા પાણી પુરવઠાના અધિકારી, કર્મચારીના સહીયારા પ્રયાસોથી ગામમાં પાણીની સમસ્યા હલ કરવામાં સફળતા મળી છે.

(12:15 pm IST)