Gujarati News

Gujarati News

News of Monday, 10th June 2019

તળાજાના દેવળીયામાં મંજૂર થયો એપ્રોચ રસ્તો નહિ બને તો આંદોલનની ચિમકી

તળાજા તા.૧૦ : નજીકના દેવળીયા ગામના સરપંચ અને ઉપસરપંચએ તળાજા નાયબ કાર્યપાલક ઇજનેરને બે વર્ષથી મંજૂર થયેલ આ રસ્તાનું કામ અઠવાડીયામાં શરૂ નહી થાય તો આંદોલનની ચીમકી આપી છે.આ પ્રશ્ને સરપંચએ નાયક કાર્યપાલક ઇજનેરને આપેલ લેખીતમાં જણાવ્યુ છે કે બે વર્ષ થયા રૂપિયા ઓગણીસ લાખના ખર્ચે તેરસો મિતર જેટલો એપ્રોચ રસ્તાનું કામ કરવાનું વર્ક ઓર્ડર પણ અપાઇ ગયા છતાય કામ હજુ સુધી શરૂ કરવામાં આવેલ ન હોય આવતા અઠવાડીયામાં કામ શરૂ કરવામાં નહી આવે તો ગામના લોકો કચેરી ખાતે આવી આંદોલનના મંડાણ કરશે તેવી ચિમકી આપી છે.

(12:14 pm IST)