Gujarati News

Gujarati News

News of Monday, 10th June 2019

ગોંડલના વેકરીમાં પાણી ભરેલો ગ્લાસ ઘા કરવા પ્રશ્ને અનીલ ભરવાડ પર હુમલો

રાહુલ ગમારા, મેહુલ ગમારા અને ગીલા ગમારા સામે ગુનો

રાજકોટ તા. ૧૦ : ગોંડલના વેકરી ગામમાં ગ્લાસમાંથી પાણીફેંકતા ભરવાડ યુવાન પર ત્રણ ભરવાડ યુવાને ધારીયા તથા લાકડી વડે મારમારતા ફરીયાદ થઇ છે.

મળતી વિગત મુજબ વેકરી ગામમાં રહેતો અનીલ બટુકભાઇ ગોલતર (ઉ.રપ) ગઇકાલે પોતાના ઘર પાસે હતો ત્યારે ગામમાંજ રહેતો રાહુલ ગીલા ગમારાએ ગ્લાસમાં ભરેલુ પાણી ફેંકતા અનીલ ગોલતરને પાણી ઉડતા આ બાબતે બંને વચ્ચે ઝઘડો થતા રાહુલ ગમારા, તેનો ભાઇ મેહુલ ગીલા ગમારા અને પિતા ગીલા જગા ગમારાએ ધારીયા તથા લાકડી વડે મારમારી માથા તથા શરીરે ઇજા કરી નાશી ગયા હતા આ અંગે ગોંડલ તાલુકા પોલીસ મથકના હેડ કોન્સ પી.કે. સૈનીએ તપાસ હાથ ધરી છ.ે

(12:14 pm IST)