Gujarati News

Gujarati News

News of Monday, 10th June 2019

સ્વચ્છતા અભિયાનના ભાગરૂપે ઉપલેટા પાલિકાએ વેપારીઓને મફત ડસ્ટબીન આપ્યા

ઉપલેટા તા ૧૦  :  સમગ્ર દેશ અને રાજયમાં સ્વચ્છતા માટે એક અભિયાન ચાલી રહયું છે, ત્યારે આ સ્વચ્છતા અભિયાનના ભાગરૂપે ઉપલેટા નગરાપાલિકાએ શહેરના વેપારીઓ અને નગરજનોને મફત ડસ્ટબીન આપીને નગરપાલીકાના સ્વચ્છતા અભિયાનમાં ભાગીદાર થવા નગરપાલિકાના પ્રમુખ રાણીબેન ચંન્દ્રવાડીયા અને ચીફ ઓફીસર ઋશી દવે એ નગરજનોને અપીલ કરેલ છે.

 સેનેટેશન ઇન્સ્પે. અશોકભાઇ ડેરે ઉપલેટા નગરપાલિકાના પ્રમુખ રાણીબેન ચંન્દ્રવાડીયા, ઉપપ્રમુખ ધવલ માકડીયા, રાજુભા જાડેજા, દાનભાઇ ચન્દ્રવાડીયા, જયશ્રીબેન સોજીત્રા, વર્ષાબેન કપુપરા, કનુભાઇ સુવા, શુશીલાબા જાડોજા, વર્ષાબેન ડેર,, મંજુબેન માકડીયા વગેરેને સાથે રાખીને શહેરના વેપારીઓ અને નગરજનોને બે-બે ડસ્ટબીન મફત આપી હતી. લીલો અને સુકો કચરો અલગ અલગ રાખીને નગરપાલીકાનું વાહન જયારે આવે તેમાં જુદો જુદો કચરો નાખવા સમજ આપી હતી.

શહેરની સ્વચ્છતા એ આપણી ઓળખ બની રહે તે માટે જાહેરમાં કચરો ન નાખવા અને આપેલ ડસ્ટબીનનો ઉપયોગ કરી સ્વચ્છ ઉપલેટાના આપણે સોૈ ભાગીદાર બનીએ એવી અપીલ કરેલ હતી.

(12:12 pm IST)