Gujarati News

Gujarati News

News of Monday, 10th June 2019

ગોંડલ ઉમવાડા ફાટકે અંડરબ્રિજનું કામ પૂરજોશમાં

ગોંડલ, તા. ૧૦ :  રેલવે તંત્ર અને ગોંડલ નગરપાલિકા દ્વારા ઉમરાળા રોડ પર અને ટ્રાફિક સમસ્યા હલ કરવા માટે અંડરબ્રિજ નું કામ કરવામાં આવી રહ્યું હોય કામ કરતી એજન્સી દ્વારા છેલ્લા બે માસથી પૂરજોશમાં કામ કરવામાં આવી રહ્યું છે.

ઉમવાળા ફાટક અંડરબ્રિજનું કામ કરતા માવાણી કન્ટ્રકશન ના વિનુભાઈ માવાણી તેમજ સાથી કર્મચારીઓ અને એન્જિનિયરોએ જણાવ્યું હતું કે આગામી એક-બે દિવસમાં જ ઊમવાળા ફાટકે રીલિવિંગ ગડર બેસાડવામાં આવશે અને તૈયાર કરવામાં આવેલ ૨૮ મીટર અંડરબ્રિજ ને ૪૮ જેટલા હાઇડ્રોલિક જેક થી પુસિંગ કરી તેની નિર્ધારિત જગ્યાએ બેસાડી દેવામાં આવશે આ અંદર બ્રિજનું કામ રેલવે તંત્રનું અતિ-આધુનિક કામ ગણી શકાય તેમ છે.

ઉમવાળા ફટકે છેલ્લા બે માસથી ચાલતા ઝડપી કામ અંગે કોન્ટ્રાકટરોએ જણાવ્યું હતું કે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, પાલિકા તંત્ર, રેલવે તંત્રની સાથ પીજીવીસીએલ તંત્ર દ્વારા પણ સદ્યડો સાથ સહકાર મળી રહ્યો છે જેના કારણે ઝડપી કામ થઈ રહ્યું છે આશા છે કે નિર્ધારિત સમય કરતાં પણ વહેલું બ્રીજનું કામ પૂર્ણ કરી દેવામાં આવશે.

(12:12 pm IST)