Gujarati News

Gujarati News

News of Monday, 10th June 2019

ઉપલેટા પાસે એસ.ટી. કાર વચ્ચે અકસ્માત : ૩૦ ને ઇજા

ત્રણ ગોથા ખાઇને રોડ નીચે ઉતરી જતા બસનાં મુસાફરોને નાની-મોટી ઇજા થતા દોડધામ

ઉપલેટા : તસ્વીરમાં અકસ્માતગ્રસ્ત એસ.ટી.બસ અને કાર તથા ઇજાગ્રસ્તો નજરે પડે છે. (તસ્વીર : કૃષ્ણકાંત ચોટાઇઃ ઉપલેટા) (૯.પ)

ઉપલેટા, તા. ૧૦ :  ઉપલેટા પાસે એસ.ટી. બસ અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા બસમાં મુસાફરી કરતા ૩૦ જેટલા મુસાફરને  નાની-મોટી ઇજા થતા ઉપલેટાની ખાનગી અને સરકારી હોસ્પિટલમાં ખસેડેલ છે.

પ્રાપ્ત માહિતી મુજબ ઉપલેટાથી ૬ કિ.મી. દૂર સમઢીયાળા અને હાડફોડી ગામ વચ્ચે ''ઉપલેટા-ઇન્દ્રા-ઉપલેટા'' રૂટની એસ.ટી. બસ અને સ્વીફટ કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો.

સ્વીફટ કાર સાથે અથડાયા બાદ એસ.ટી. બસ ૩ ગોથા ખાઇને રોડ નીચે ઉતરી ગઇ હતી.

આ અકસ્માતમાં સવધી અરજણ - ૫૦ - કુંઢેચ, ધીરજભાઈ માધાભાઈ - ૪૬ - તલગણા, દેવા પૂંજા ડોડીયા - ૪૦ - ઉપલેટા, યુવરાજસિંહ ઘનશ્યામસિંહ - ૧૦ - લાઠ, દક્ષાબેન મનસુખભાઈ - ૫૫ - લાઠ, મયુરસિંહ જુવાનસિંહ - ૨૧ - ભીમોરા, વીરા રાણા ડાંગર - ૫૦ - મજેઠી, વાલા રામસુર - ૬૦ - મજેઠી, જીવા ડાયાભાઈ પરમાર - ૬૫ - તલગણા, મુકેશ નાનજી - ૩૨ - ભીંડોરા, પ્રદિપસિંહ જીલુભા  - ૧૮ - ભીમોરા, કંચનબેન મેઘજી - ૬૦ - ભીમોરા,

ઋતુરાજ ભીખુભા - ૧૮ - ભીમોરા, ધીરેન્દ્રભાઈ છગનભાઈ - ૬૨ - લાઠ, જીવાભાઈ કાળા - ૭૦ - તલગણા, પૂંજીબેન ખીમાભાઈ - ૬૬ - તલગણા, વિનુભાઈ વાળા ડ્રાઈવર - ૪૫ - મજેઠી, સોનલ કેશુર બાઢીયા - ૨૩ - તલગણા, દિના દેવાયત મારડીયા - ૨૩ - તલગણા, વાણવી સોનલ જનબા - ૨૦ - લાઠ, વાણવી અંજલી ભીખા - ૧૫ - લાઠ, સુખદેવસિંહ ભાવુભા ચુડાસમા - ભીમોરા, ભરતસિંહ જેઠુભા ચુડાસમા - ભીમોરા  સહિત ૩૦ને ઈજા થઈ હતી. ઉપલેટા તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(12:11 pm IST)