Gujarati News

Gujarati News

News of Monday, 10th June 2019

જામનગરમાં ૧ વર્ષની બાળાનું હિટ એન્ડ રનમાં મોત

કાર ચાલકે ડિવાઈડર પાસે ફુગ્ગા વેચવા બેસેલા નીતાબેન મનસુખભાઈ પરમારની પુત્રી અસ્મિતાનો ભોગ લીધો

તસ્વીરમાં ઘટના સ્થળે કાર તથા વેરવિખેર ફુગ્ગા સહિત રમકડા નજરે પડે છે (તસ્વીરઃ કિંજલ કારસરીયા-જામનગર)

જામનગર, તા. ૧૦ :. જામનગરમાં હિટ એન્ડ રનની દુર્ઘટનામાં શ્રમિક પરિવારની ૧ વર્ષની બાળાનું મોત થતા અરેરાટી વ્યાપી ગઈ છે.

જામનગરમાં ગઈકાલે રાત્રે હિટ એન્ડ રન ની દ્યટના સામે આવી છે. આ બનાવ અંગે સીટી એ-ડિવીજન પોલીસ સ્ટેશનમાં નીતાબેન મનસુખભાઈ સવાભાઈ પરમારે ફરીયાદમાં જણાવ્યુ છે કે, જામનગર શહેરમાં ૯ જૂન ૨૦૧૯ ના રવિવારે રાત્રે લાખોટા તળાવની પાળે રાત્રીના ૧૧ વાગ્યા આસપાસ જીજે-૧૦ ડીએ - ૦૯૯૮ નંબરની હોન્ડાઈ સેન્ટ્રો કારના કારચાલકે ડિવાઈડર પાસે બેઠેલા ફુગ્ગા વેંચતા શ્રમિક પરિવારની અસ્મિતા મનસુખભાઇ પરમાર નામનીઙ્ગ ૧ વર્ષીય કુમળીવયની બાળકી પર કાર ચડાવી દેતા બાળકીનું કરૂણ મોત નિપજયું હતું.

આ ઘટનાને પગલે લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા.અને અકસ્માત સર્જનાર કાર પર ગુસ્સો ઉતાર્યો હતો. અને ટ્રાફિક જામ પણ થયો હતો.આ ઘટનાને પગલે પોલીસ કાફલો દ્યટના સ્થળે દોડી ગયો હતો.અને ટોળાને વિખેર્યા હતા. બાદમાં મૃતક બાળકીના મૃતદેહને પી.એમ.માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

(11:43 am IST)