Gujarati News

Gujarati News

News of Monday, 10th June 2019

નવાનગર વુમન્સ કપના ફાઇનલ મેચમાં જામનગરની ટીમ વિજેતા:રાજકોટની ટીમ માત્ર 72 રનમાં ઓલઆઉટ

જામનગરની દ્રષ્ટિએ 25 દડામાં 18 રન ફટકાર્યા :નેહા ચાવડા મેન ઓફ ધ મેચ

જામનગરમાં યોજાયેલ નવાનગર વુમન્સ કપના ફાઇનલમેચ માં જામનગરની ટીમ વિજેતા બની હતી રાજકોટની ટીમને માત્ર 72 રનમાં ઓલ આઉટ કરી જામનગરની ટીમે 142 રન 20 ઓવરમાં કર્યા હતા.

 ગુજરાતમાં સૌપ્રથમ વખત જામનગરમાં વ્હાઇટ બોલ નવાનગર વુમન્સ કપ ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ક્રિકેટ ટુર્નામેંટનું સમગ્ર આયોજન મહિલાઓ દ્વારા કરવામાં આવ્યું હતું. જ્યારે આજે આ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ હતી. જેમાં જામનગરની ટીમ વિજેતા બની છે. ટોસ જીતીને જામનગરની ટીમે પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જામનગરની ટીમે 142 રન 20 ઓવરમાં કર્યા હતા. રાજકોટની ટીમ માત્ર 72 રનમાં ઓલ આઉટ થઈ ગઈ હતી.

જામનગર તરફ થી દ્રષ્ટિ એ 25 બોલ 18 રન કર્યા હતા. તો નેહા ચાવડા મેન ઓફ ધ મેચ રહી છે. જામનગરમાં રમાયેલ પ્રથમ વુમન્સ કપમાં નવ ટીમે ભાગ લીધો હતો. જામનગર તરફથી ભક્તિ શાસ્ત્રી અને જયશ્રી બા જાડેજાએ ઓપનિંગ શરૂઆત કરી હતી. મિડલ ઓર્ડરમાં નેહા ચાવડા અને રિધ્ધિ રૂપારેલ દ્વારા સારી બેટિંગ કરાઇ હતી. મહત્વ નું છે કે પ્રથમ વુમન્સ કપમાં જામનગરની ટીમે બાજી મારી છે. ત્યારે જામનગર શહેરએ સલિમ દુરાની, અજય જાડેજા અને રવિન્દ્ર જાડેજા જેવા અનેક પુરુષ ક્રિકેટરોએ આપ્યા છે અને હવે મહિલા ક્રિકેટર પણ જો જામનગર આપે તો નવાઈ નહીં.

(10:44 pm IST)