Gujarati News

Gujarati News

News of Monday, 10th May 2021

મોરબી જિલ્લા કક્ષાની સિવિલ હોસ્પિટલમાં જનરલ અને લેપ્રોસ્કોપિક સર્જનની નિમણૂંક કરાઈ

મોરબીની સિવીલ હોસ્પિટલમાં લાંબા સમયથી નિષ્ણાંત ડોકટરોની ઘટને ધ્યાને લઈને સામાજીક કાર્યકરો, આગેવાનો અને હોસ્પિટલ તંત્ર દ્વારા ઉચ્ચકક્ષાએ રજુઆતો કરવામાં આવી હતી. જે રજુઆત અન્વયે તાજેતરમાં જ જનરલ અને લેપ્રોસ્કોપિક સર્જનની નિમણુંક કરાઈ છે
મોરબીને જીલ્લાનો દરજ્જો આપવામાં આવ્યો તે પૂર્વેથી જ મોરબી સિવીલ હોસ્પિટલમાં નિષ્ણાંત ડોકટરોની ઘટ હતી જેથી નિષ્ણાંત ડોકટરોની નિમણુક મામલે શહેરના સામાજીક કાર્યકર રાજુભાઈ દવે, જીજ્ઞેશભાઈ પંડ્યા,જગદીશભાઈ બાંભણીયા સહિતના તેમજ રાજકીય આગેવાનો અને હોસ્પિટલ તંત્ર દ્વારા સરકાર પાસે વારંવાર રજુઆતો કરી ખાલી પડેલી મહત્વપૂર્ણ ડોકટરોની જગ્યાઓ ભરવા માંગણીઓ કરવામાં આવી હતી.
આ રજૂઆતોને લઈને મોરબી સિવીલ હોસ્પિટલમાં ડો. વિમલ દેત્રોજાની ( જનરલ અને લેપ્રોસ્કોપિક સર્જન ) ડોકટરોની નિમણુંક કરવામાં આવતા હવે હોસ્પિટલના રૂમ નંબર ૮ માં જનરલ અને લેપ્રોસ્કોપિક સર્જનની ઓપીડી શરૂ કરવામાં આવી છે. જેથી ટુંક સમયમાં જરૂરીયાતવાળા દર્દીઓ માટે ઓપરેશન સેવા પણ ચાલુ કરવામાં આવશે. જે સેવાનો વધુમાં વધુ લોકોને લાભ લેવા હોસ્પિટલના ઈન્ચાર્જ અધિક્ષક ડો. કે.આર.સરડવા અને ઈન્ચાર્જ આરએમઓ ડો. શૈલેષ પટેલે અનુરોધ કર્યો છે.

(6:44 pm IST)