Gujarati News

Gujarati News

News of Monday, 10th May 2021

મોરબીમાં કપડાના વેપારીઓની દયનીય હાલત, અડધો દિવસ વેપારની છૂટ આપો

મોરબી કાપડ મહાજન તથા રેડીમેઈડ ગારમેન્ટ એસો દ્વારા જીલ્લા કલેકટરને લેખિત રજૂઆત કરી

મોરબીમાં કોરોના મહામારીને પગલે મીની લોકડાઉન અમલી છે જેમાં જીવનજરૂરી સિવાયની તમામ દુકાનો બંધ છે જેથી કપડાના વેપારીઓ દયનીય સ્થિતિમાં મુકાયા છે અને અડધો દિવસ વેપાર કરવાની છૂટ આપવા માંગ કરી રહયા છે
  શ્રી મોરબી કાપડ મહાજન તથા રેડીમેઈડ ગારમેન્ટ એસો દ્વારા જીલ્લા કલેકટરને રજૂઆત કરી જણાવ્યું છે કે લોકડાઉનને પગલે વેપાર ધંધા પડી ભાંગ્યા છે વેપારીઓને 2 ટંક ભોજન પણ મળતું નથી વેપારીઓ કોઈ પાસે માંગી સકે તેમ નથી કપડા પણ જીવનજરૂરી ચીજ ki વસ્તુમાં આવે છે લગ્ન પ્રસંગો અગાઉથી નક્કી હોય જેથી કપડાની જરૂરત રહે છે કપડાના વેપારીઓ પોતે દયનીય સ્થિતિમાં છે અને માણસોના પગાર પણ કરી સકે તેમ નથી વેપારીઓ માનસિક રીતે પડી ભાંગ્યા છે
જેથી કપડાના વેપારીઓને અડધો દિવસ વેપાર કરવાની છૂટ આપવા માંગ કરી છે સવારે ૮ થી બપોરે ૨ સુધી વેપાર કરવાની છૂટ આપવામાં આવે તો વેપારીઓ સોશ્યલ ડિસ્ટન્સ, માસ્ક અને સેનેટાઈઝર સહિતના નિયમોના પાલન સાથે 2-૩ ગ્રાહકને એન્ટ્રી આપી વેપાર કરશે તેવી એસોના પ્રમુખ જમનાદાસ ગુવાલાણી તેમજ અન્ય હોદેદારોએ ખાતરી આપી હતી

(6:42 pm IST)