Gujarati News

Gujarati News

News of Monday, 10th May 2021

મોરબી : કોરોનામાં મૃત્યુ પામનાર દીવગંતોના આત્માની શાંતિ માટે ગુરુવારે વૈદીક મહાયજ્ઞ યોજાશે

જલારામ મંદિર દ્વારા દરેક પરિવારે ગુરુવારે સાંજે ૫:૩૦ થી ૬:૩૦ કલાક દરમિયાન પોતાના નિવાસસ્થાને યજ્ઞ કરી સામુહીક કલ્યાણ કાર્યમા જોડાવવા અનુરોધ:બુધવારે જલારામ મંદિરેથી યજ્ઞ સામગ્રી તથા શ્રધ્ધાંજલિ પત્રિકાનુ સર્વજ્ઞાતિય વિતરણ

મોરબી : જલારામ પ્રાર્થના મંદિર દ્વારા વિશ્વ શાંતિ અર્થે છેલ્લા ઘણા સમયથી વૈદિક યજ્ઞ ચાલુ છે ત્યારે આગામી ગુરુવાર તા.૧૩ના રોજ કોરોનામા મૃત્યુ પામનાર દીવંગત આત્માઓને શાંતિ અર્થે મહાયજ્ઞનુ આયોજન કરવામા આવ્યુ છે. જેમાં દરેક પરિવારે આ સમય દરમિયાન ઘરે યજ્ઞ કરી આ સામુહીક શાંતિના કાર્યક્રમમા જોડાવવા અનુરોધ કરવામા આવ્યો છે.

કોરોનામાં મૃત્યુ પામનાર દિવંગત આત્માઓની શાંતિ માટે યોજાનાર મહાયજ્ઞમાં લોકો આ જ સમયે પોતાના ઘેર યજ્ઞ કરી શકે તે માટે આગામી બુધવાર તા.૧૨ના રોજ મોરબી જલારામ મંદિર ખાતેથી સર્વજ્ઞાતિય યજ્ઞ સામગ્રી તથા શ્રધ્ધાંજલિ પત્રિકાનુ વિતરણ કરવામા આવશે. કોરોનાની મહામારીમા પરિવારે ઘરે જ રહી પરિવારના સભ્યો દ્વારા યજ્ઞમા આહુતિ આપી સ્વજનોના આત્માના મોક્ષ તથા શાંતિ અર્થે શ્રધ્ધાંજલિ અર્પણ કરવાની રહેશે.

  મોરબી જલારામ મંદિરના અગ્રણી અરવિંદભાઈ સોમૈયા તથા અન્ય આગેવાનો દ્વારા જલારામ મંદિર ખાતે આ જ સમયે યજ્ઞ તેમજ શ્રધ્ધાંજલિ કાર્યક્રમ યોજાશે. યજ્ઞ દ્વારા ઉત્પન્ન થતી ઊર્જા સકારાત્મકતા પ્રદાન કરે છે. તેમજ વિવિધ રોગોમાંથી મુક્તિ પ્રદાન કરે છે, તેવો ઉલ્લેખ પૌરાણિક શાસ્ત્રોમા કરવામા આવેલ છે. તેથી, આ ભગીરથ કાર્યમા બહોળી સંખ્યામા સર્વજ્ઞાતિય પરિવારજનો જોડાય તેમજ એક સમયે યજ્ઞ કરી દિવંગતોને શ્રધ્ધાંજલિ અર્પણ કરવા સંસ્થાના અગ્રણી ગીરીશભાઈ ઘેલાણી, ચંદ્રવદનભાઈ પુજારા, હરીશભાઈ રાજા, અરવિંદભાઈ સોમૈયા, પ્રતાપભાઈ ચગ, ભાવીનભાઈ ઘેલાણી, અનિલભાઈ સોમૈયા, હીતેશ જાની અને પ્રમુખ જલારામ સેવા મંડળ નિર્મિત કક્કડ સહીતનાઓએ અનુરોધ કર્યો છે.

(6:38 pm IST)