Gujarati News

Gujarati News

News of Monday, 10th May 2021

પોરબંદરમાં સોનુ સુદની જેમ કોરોના દર્દીઓની સેવા કરતો યુવાન

પોરબંદર તા. ૧૦: કપરા સમયમાં જરૂરિયાત મંદોની સેવા કરતા અભિનેતા સોનુ સુદની જેમ સંદિપ મહેર નામના યુવાને કોરોનાના જરૂરિયાતવાળા દર્દીઓને ઓકસીજનના બાટલા વિનામુલ્યે પહોંચાડવાની પ્રેરક સેવા શરૂ કરી છે.

વનાણામાં મગફળી બિયારણનું કેન્દ્ર ચલાવતા સંદિપ મહેર નામના યુવાને કોરોનાનું સંક્રમણ વધતા પોતાનું બિયારણ કેન્દ્રને બંધ કરીને કોરોનાના જરૂરીયાતવાળા દર્દીઓને વિનામુલ્યે ઓકસીજન બાટલા પહોંચાડી રહેલ છે. સંદિપ મહેર પોતાના ખર્ચે રાજકોટ શાપર વેરાવળથી ઓકસીજન બાટલા મંગાવીને જરૂરીયાતવાળા દર્દીઓને ઓકસીજન બાટલા પહોંચાડી આપે છે. ઓકસીજનના બાટલા ઉપરાંત ગરીબ દર્દીઓનો રિપોર્ટ દવા ખર્ચ પણ આપે છે.

(4:12 pm IST)