Gujarati News

Gujarati News

News of Monday, 10th May 2021

મોરબી માટે દુબઇના બીએપીએસ મંદિર દ્વારા ૮ ટન લીકવીડ ઓકસીજન જથ્થો

(પ્રવીણ વ્યાસ દ્વારા) મોરબી, તા. ૧૦ : કોરોનાની બીજી લહેર ઘાતક પુરવાર થઇ હોય અને ઓકસીજનની અછત મોટા પ્રમાણમાં વર્તાઈ હતી જેના પગલે સેવાભાવી સંસ્થાઓ દ્વારા શક્ય મદદ કરીને આફત સામે લોકોના જીવ બચે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે જે સેવાયજ્ઞ માટે દુબઇના અબુધાબીના બીએપીએસ હિન્દુ મંદિર દ્વારા ભારતમાં અનેક સ્થળોએ લીકવીડ ઓકસીજન મદદ માટે બીડું ઉપાડ્યું છે મોરબી માટે ૮ ટન ઓકસીજન જથ્થો મળ્યો હોય.

બીએપીએસ સ્વામીનારાયણ મંદિરના હરીસ્મરણ સ્વામી, ધારાસભ્ય બ્રિજેશભાઇ મેરજા, પૂર્વ ધારાસભ્ય કાન્તીભાઈ અમૃતિયા, અધિક કલેકટર કેતન જોષી સહિતના અગ્રણીઓની ઉપસ્થિતિમાં મોરબીના રાજપર રોડ પર આવેલ મારૂતિ એર પ્રોડકશન ફેકટરીમાં ૮ ટન ઓકસીજન જથ્થો સ્ટોરેજ કરવામાં આવ્યો હતો અને આ ઓકસીજન જથ્થો મોરબી સિવિલ હોસ્પિટલમાં જરૂરિયાત મુજબ આપવામાં આવશે તેમજ જામનગરને પણ ઓકસીજન જથ્થો ફાળવવામાં આવ્યો હતો તો ઓકસીજન જથ્થો મળતા મોરબીના ધારાસભ્ય બ્રિજેશભાઇ મેરજાએ ખુશી વ્યકત કરી હતી અબુ ધાબીથી લીકવીડ ઓકસીજન જથ્થો ઉપલબ્ધ કરાવ્યો છે ત્યારે દર્દી નારાયણની સેવા માટે પહોંચાડ્યો હોય ત્યારે સંસ્થાનો પણ આભાર વ્યકત કર્યો હતો.

(3:01 pm IST)