Gujarati News

Gujarati News

News of Monday, 10th May 2021

કોરોના કેસ વધતા જામનગરના ધુતારપર સીએચસી સેન્ટરમાં કોવિડ કેર સેન્ટર કાર્યરત

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર,તા.૧૭: જામનગર જિલ્લામાં કોરોનાના દર્દીઓનો વધતા સરકારી અને ખાનગી જામનગરની હોસ્પિટલો હાઉસફૂલ રહી હોય તેવા સંજોગોમાં ધુતારપર સી.એચ.સી.સેન્ટર ખાતે કોવિડ કેર સેન્ટર કાર્યરત કરાયું છે.

હાલમાં આ કોવિડ કેર સેન્ટરમાં ઓકિસજન સાથેની ૩૫ દર્દીઓને સારવાર આપવામાં આવી રહી હોવાનું તાલુકા પંચાયતના પ્રમુખ હસુભાઇ ફાચરાએ જણાવ્યું હતું.

જામનગર તાલુકાના ધુતારપર સી.એચ.સી ખાતે ૨૦-૪-૨૦૨૧થી કોવિડ કેર સેન્ટર કાર્યરત કરવામાં આવેલ છે. આ કોવિડ કેર સેન્ટર અંદર ૨૦ બેડની વ્યવસ્થા સાથે ઉભુ કરવામાં આવ્યું છે. હાલમાં આ કોવિડ કેર સેન્ટરમાં ઓકિસજન સાથે ૩૫ દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે. આ સંસ્થાની બાજુમાં જ તાલુકા શાળાની અંદર વધુ ૨૦ બેડની વ્યવસ્થા પણ ઉભી કરેલ છે.

ધારાસભ્ય રાઘવજી પટેલ, જામનગર તાલુકા પંચાયત પ્રમુખ હસુભાઇ ફાચરા, સી.એચ.સી.ના અધિક્ષક ડો.જે.એચ.વ્યાસ, લાઇઝનીંગ ટીડીઓ (જામનગર) દિવ્યરાજસિંહ ઝાલા, સરપંચ પરેશભાઇ ભંડેરી, પૂર્વ તાલુકા પંચાયત સભ્યો હાર્દિકભાઇ પટેલ અને સી.એચ.સી. ધુતારપર તેમજ અન્ય ગ્રામજનોની સેવાભાવનાથી આ કોવિડ કેર સેન્ટર કાર્યરત થયેલ છે. મહત્વની વાત એ છે કે, ધુતારપર ખાતે શરૂ કરવામાં આવેલુ કોવિડ કેર સેન્ટરમાંથી ૧૮ દર્દીઓ સંપૂર્ણ સ્વસ્થ થઇ ડિસ્ચાર્જ કરવામાં આવેલ છે ત્યારે સી.એચ.સી. ખાતેના અધિક્ષક ડો.વ્યાસે જણાવ્યું છે કે, ધુતારપર ગામની આસપાસના કોરોનાના સંક્રમિત દર્દીઓ જેઓને તાત્કાલિક સારવારની જરૂર હોય તેઅ આ સેન્ટરનો સંપર્ક કરી શકે છે. આ કોવિડ સેન્ટર માટે હેલ્પ લાઇન કોલ માટે હસુભાઇ ફાચરા મો.નં.૯૯૨૫૮ ૭૦૫૬૬, હાર્દિકભાઇ પટેલ મો.નં.૯૮૨૫૨ ૬૧૦૫૦, પરેશભાઇ મો.નં.૯૯૭૯૯ ૫૧૦૫૨ નો સંપર્ક કરવાનો રહેશે. (તસવીરઃ કિંજલ કારસરીયા, જામનગર)

(1:27 pm IST)