Gujarati News

Gujarati News

News of Monday, 10th May 2021

જૂનાગઢ હાસ્ય કલાકારના માતાજીની વ્હારે પોલીસ આવીને ૪ દી'માં કોરોનાને મ્હાત આપી

જૂનાગઢ,તા. ૧૦: તા. ૨૬.૦૪.૨૦૨૧ ના રોજ જૂનાગઢ શહેરના કાળવા ચોક વિસ્તાર ખાતે રહેતા સાહિત્ય હાસ્ય કલાકાર વિજયભાઈ રાવલ (મો.- ૯૮૨૫૨ ૭૪૨૦૪)ના માતા , કોરોના વાયરસથી સંક્રમિત થતા, તેઓની તબિયત લથડતા, શ્વાસ લેવામાં તકલીફ પડતા, ઓકિસજનની જરૂરિયાત ઉભી થતા, તાત્કાલિક જૂનાગઢ શહેરમાં ઓકિસજન વાળા બેડ માટે તપાસ કરતા, રૂપિયા હોવા છતાં, કયાંય ઓકિસજન બેડની વ્યવસ્થા થયેલ ન હતી. માજીની તબિયત બગડતી જતી હતી. રૂપિયા હોવા છતાં ઓકિસજન બેડની કયાંય વ્યવસ્થા નહિ થતા, વિજયભાઈનો પરિવાર મૂંઝવણમાં મુકાઈ ગયેલ હતો. વિજયભાઈ રાવલ, જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાને ઓળખાતા હોઈ, તેઓએ જો ઓકિસજન વાળો બેડ નહીં મળે તો, પોતાની મા ને સારું નહીં થાય, તેવું જણાવી, પોતાની માતાની તબિયત અને મુશ્કેલી જણાવતા, સિવિલ હોસ્પિટલના ચિરાગભાઈ પરમારની મદદથી એ ડિવિઝન પીઆઈ આર.જી.ચૌધરી, હે.કો. માલદેભાઈ, મોહસીનભાઈ, વનરાજસિંહ, અનકભાઈ, સહિતની પોલીસ ટીમ દ્વારા સિવિલ હોસ્પિટલ ખાતે તાત્કાલિક દાખલ કરાવવા તજવીજ કરી, ઓકિસજનની વ્યવસ્થા કરાવતા, તાત્કાલિક સારવાર અપાવેલ હતી. વિજયભાઈની માતાજીની ત્રણ ચાર દિવસની સારવાર કારગત નિવડતા, માતાજી કોરોનાને મહાત આપી, એકદમ સ્વસ્થ થઈ ગયા હતા. કોરોના વાયરસને હરાવી પરત આવતા, વિજયભાઈના ફેમિલી અને માતાના ચહેરા ઉપર ચમક આવી ગયેલ હતી. જૂનાગઢ પોલીસની સાહિષ્ણુતાભરી કામગીરીથી પ્રભાવિત થઈ, વિજયભાઈ દ્વારા ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાને ફોન કરી, આભાર વ્યકત કરવામાં આવેલ હતો અને જીવનમાં રૂપિયાનું કોઈ મહત્વ નથી અને પોતાના કપરા સમયમાં જૂનાગઢ પોલીસની મદદના કારણે જ પોતાની માતાનો જીવ બચી ગયેલાની લાગણી વ્યકત કરી, હાલના કોરોના કાળના કપરા અણીના સમયમાં જૂનાગઢ પોલીસ દ્વારા કરવામાં આવેલ મદદથી પ્રભાવિત થઈ, તેઓએ જૂનાગઢ પોલીસ પરિવારને ઈશ્વર કાયમી સ્વસ્થ રાખે, તેવા આશીર્વાદ આપી, આભારની લાગણી પણ વ્યકત કરવામાં આવી હતી.

(1:22 pm IST)