Gujarati News

Gujarati News

News of Monday, 10th May 2021

જુનાગઢ ત્રિમૂર્તિ હોસ્પીટલે પ્રથમ મ્યુકોરમાયકોસીસ માટે કિલનિક શરૂ

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ, તા. ૧૦ : ડો. ડી.પી. ચિખલીયાની ત્રિમૂર્તિ હોસ્પિટલ ખાતે જુનાગઢનું પ્રથમ મ્યુકોરમાયકોસીસ (કોરોના બિમારી પછી થતો ફુગનો ચેપ) માટેની કિલનીક શરૂ કરવામાં આવેલ છે.

ડો. ચિખલીયાએ જણાવ્યું હતું કે મ્યુકોરમાયકોસીસના લક્ષણો મુખ્યત્વે પેઢીમાં અથવા તાળવામાં સોજા આવવો પેઢામાંથી પરૂ આવવા દાંત અચાનક હલવાની શરૂઆત થવી દાત અને જડબામાં અસહ્ય દુખાવો તેમજ નાક બંધ થવુ ભારે થવું તથા પાણી નીકળવું માથાનો દુખાવો આંખમાં ઝાંખપ અને સોજો આવવો આંખનું હલનચલન ઘટી જવુ આ બધા કોવિડ બિમારી પછી થતા મ્યુકોરમાયકોસીસ (ફુગનો ચેપ) જેવા ગંભીર રોગના લક્ષણ હોય શકે આવા લક્ષણો જણાય તો તેની અવગણના કર્યા વગર આ રોગના સર્જનની તુરંત મુલાકાત લ્યો વધુ વિગત માટે હોસ્પિટલના ફોન નં. ૦ર૮પ ર૬૩૧૭૩૧ ડો. રમ્યતા દયાતર મો. ૯૭રપ૧ ૬૭૯૭૭ ઉપર સંપર્ક સાધવા ડો. દેવરાજ ચિખલીયાએ  જણાવ્યું છે.

(1:20 pm IST)