Gujarati News

Gujarati News

News of Monday, 10th May 2021

વાપી પારડીમાં ત્રીજા માળેથી કુદી આત્મહત્યા કરનાર પરિણીતાએ મુળ ઉનાના યુવાન સાથે ૭ વર્ષ પહેલા પ્રેમલગ્ન કરેલ

મરનાર ર જોડિયા બાળકોની માતાઃ સાસુ સાથે ઝઘડાથી કંટાળીને વતન જવાની તૈયારી સમયે પગલુ ભર્યુ

ઉના તા.૧૦ : વાપીના પારડીમાં બે જોડીયા બાળકોની માતાએ સાસુ સાથે ઝઘડાથી કંટાળી જઇને ફલેટના ત્રીજા માળેથી કુદીને આત્મહત્યા કરી લીધી હતી.

આત્મહત્યા કરનાર માતાએ ૭ વર્ષ પહેલા મુળ ઉના ગીર સોમનાથના વતની ફિરોઝ હુશેન મનસુરી સાથે પ્રેમલગ્ન કર્યા હતા. ત્યાર પછી પારડી રહેતા હતા.

મુળ ઉનાના ફિરોઝ હુશેન મનસુરી સાથે પ્રેમ લગ્ન કર્યા બાદ પારડીમાં રહેતી પરિણીતા સમીનાને તેની સાસુ સાથે અવાર નવાર ઝઘડા થતા હતા. ત્યારે સમીનાને વતન જવાનું થયુ હતુ.ત્યારે સાસુ સાથે  ઉગ્ર બોલાચાલી થઇ હતી.

તે દરમિયાન સમીનાએ પારડી પ્રજાપતી વાડી સામે એપાર્ટમેન્ટના ફલેટ નં.૩૦૪ની ત્રીજા માળની ગેલેરીમાંથી કુદીને આત્મહત્યા કરી લીધી હતી. આ ઘટનાની જાણ પતિ ફિરોઝને કરી હતી અને તુરંત ૧૦૮ એમ્બ્યુલન્સ બોલાવી હતી. પત્નીએ અકસ્માતે મોતનો ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

(1:18 pm IST)