Gujarati News

Gujarati News

News of Monday, 10th May 2021

સુરેન્દ્રનગરમાં ૪ર.૩, અમરેલીમાં ૪ર.ર ડિગ્રીઃ સૌરાષ્ટ્ર-કચ્છમાં આકરો તાપ

મહત્તમ તાપમાનનો પારો ઉંચે ચડતા અસહ્ય ઉકળાટથી લોકો ત્રાહિમામ

રાજકોટ તા.૧૦ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં આકરા તાપથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. મહત્તમ તાપમાનનો પારો ઉંચે ચડતા લોકોને આકરા ઉનાળાનો અહેસાસ થઇ રહયો છે.

ગઇકાલે રાજયમાં સૌથી ઉચું તાપમાન અમદાવાદમાં ૪૩.૧, સુરેન્દ્રનગર ૪ર.૩ અમરેલી ૪ર.ર, રાજકોટમાં ૪૧.૮ જામનગર ૩૬.૦ ડીગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.

બપોરે ફુંકાયેલા ગરમ અને સુકા પવનથી બચવા માટે લોકોએ ઘરમાં જ પુરાઇ રહેવાનું પસંદ કર્યુ હતુ. જેના કારણે ભીડભાડવાળા વિસ્તાર પણ બપ,ોરના સમયે સુમસામ બન્યા હતા. જયારે મોડી સાંજ સુધી ગરમ પવન ફુંકાયો હતો. જેના કારણે લોકો હેરાન પરેશાન થઇ ગયા હતા.

અચાનક જ ત્રણ દિવસથી ગરમીનો પારો ૪૧ ડીગ્રીને પાર કરી જતા ડિ-હાઇડ્રેશન અને લૂ લાગવાના કિસ્સામાં પણ નોંધપાત્ર વધારો થયો છે. ત્યારે કાળઝાળ ગરમીમાં વધુ પ્રમાણમાં પ્રવાહી પીવાની અને બપોરના સમયે કામ વગર બહાર ન નીકળવાની સલાહ તબીબો આપી રહયા છે.

જામનગર

(મુકુંદ બદીયાણી દ્વારા) જામનગર : જામનગર મહત્તમ તાપમાન ૩૬ ડિગ્રી, લઘુતમ ર૬.પ, ડીગ્રી, હવામા ભેજ ૭૯ ટકા, પવનની ઝડપ ૧ર.૧ કિ.મી. પ્રતિ કલાક રહી હતી.

(1:17 pm IST)