Gujarati News

Gujarati News

News of Monday, 10th May 2021

પોરબંદરમાં કોરોના દર્દીઓના ખબર પુછતા રમેશભાઇ

પોરબંદરઃ લોકસભા મત વિસ્તારના સાંસદ રમેશભાઇ ધડુકે ખાનગી હોસ્પીટલની (ગ્લોબલ) મુલાકાત લીધી હતી અને દર્દીઓની પુછપરછ કરી અને જલ્દી સાજા થઇ જવા ભગવાન શ્રી દ્વારકાધીશને પ્રાર્થના કરી હતી. ખાનગી હોસ્પીટલમાંના તબીબો સાથે વાતચીત કરી હતી હતી અને તમામ જરૂરી દવા ઓકસીજન જેવી જરૂરી સુવીધા માટે કરવાની ખાત્રી આપી હતી. સાંસદ રમેશભાઇ ધડુક સાથે શહેર પ્રમુખ  પંકજભાઇ મજીઠીયા, યુવા ભાજપના નિલેશ ભીમાભાઇ ઓડેદરા સહીતના આગેવાનો ઉપસ્થિત રહયા હતા. દર્દીઓના ખબર પુછતા રમેશભાઇ ધડુકની તસ્વીર.

(1:11 pm IST)