Gujarati News

Gujarati News

News of Monday, 10th May 2021

સાયલાના ચોરવીરામાં દિકરીઓના ચાળા કરનારને ટપારતાં રમેશભાઇ પર હુમલો

રાજકોટ ખસેડાયાઃ ગભુ સહિતનાએ કુહાડી-છરી ઝીંકયાની રાવ

રાજકોટ તા. ૧૦: સાયલાના ચોરવીરા ધાર વિસ્તારમાં રહેતાં અને છુટક મજૂરી કરી ગુજરાન ચલાવતાં રમેશભાઇ રણછોડભાઇ જીડીયા (ઉ.વ.૪૨) પર ગામના જ ભગુભાઇ અને તેના છોકરાઓ તથા બીજા અજાણ્યાએ મળી હુમલો કરી છરી, પાઇપના ઘા ઝીંકતાં માથા, શરીરે ઇજાઓ થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયેલ છે.

આ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે ધજાળા પોલીસને જાણ કરી હતી. રમેશભાઇના કહેવા મુજબ પોતાની દિકરીઓ વાડીએ હતી ત્યારે ગભુએ તેના ચાળા કર્યા હોઇ તે બાબતે ઠપકો આપતાં ઉશ્કેરાઇ જઇ હુમલો કરાયો હતો. પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

(11:54 am IST)