Gujarati News

Gujarati News

News of Monday, 10th May 2021

રાજકોટ ગ્રામ્યમાં કોરોનાના કેસમાં ૯ દિ'માં ૯% ઉછાળોઃ ગઇકાલે ૩૯પ દર્દીઓ વધ્યા

તા. ૧ મેએ ટેસ્ટ પૈકી પોઝીટીવીટી દર ર.ર ટકા હતો, તા. ૯ મેએ ૧૧.૪%

રાજકોટ તા. ૧૦ :.. શહેરી વિસ્તારોમાં અને રાજકયક્ષાએ કોરોના કેસમાં ઘટાડો જણાય છે. પરંતુ રાજકોટ ગ્રામ્ય કોરોનાના કેસમાં ચિંતાજનક ઉછાળો જણાય છે. ખુદ જિલ્લા પંચાયતનાં આરોગ્ય વિભાગના આંકડા જ ચોંકાવનારા છે.

આરોગ્ય વિભાગના આંકડાઓ મુજબ તા. ૧ મે એ રાજકોટ ગ્રામ્યમાં ૪૩૧૮ ટેસ્ટ કરાયેલ તે પૈકી અને કોરોના માલુમ પડેલ તે વખતે પોઝીટીવીટી રેઇટ ર.ર ટકા હતો. આ પ મે એ ૩૩૧૬ ટેસ્ટ કરાયેલ. તેમાંથી ૧૭૦ દર્દીઓ પોઝીટીવ આવેલ. તે વખતનો ટેસ્ટ પૈકીનો પોઝીટીવીટી રેઇટ પ.૧ ટકા હતો. તા. ૬ ના પોઝીટીવી રેઇટ પ.૪ ટકા થયેલ. તા. ૭ મી મે માત્ર રપ૪૩ ટેસ્ટ કરાયેલ. જેમાંથી ૧૧૦ પોઝીટીવ હતાં. તે પોઝીટીવીટી રેઇટ ૪.૩ ટકા થયેલ. ગઇકાલે તા. ૯ મીએ ૩૪પર૦ લોકોના ટેસ્ટ કરવામાં આવેલ. જેમાંથી ૩૯પ પોઝીટીવ હતાં. તે પોઝીટીવીટી  રેઇટ ૧૧.૪ ટકાએ પહોંચ્યો છે.

(11:53 am IST)