Gujarati News

Gujarati News

News of Monday, 10th May 2021

સરદાર લેઉવા પાટીદાર સમાજ ટંકારા સંચાલિત સર્વજ્ઞાતિ કોવિડ સેન્ટર આશિર્વાદ રૂપ બન્યું

ટંકારા તા. ૧૦ : શ્રી સરદાર લેવા પાટીદાર સમાજ ટંકારા દ્વારા સંચાલિત દેવકુંવર શૈક્ષણિક સંકુલ ખાતે યુવા ટીમ તેમજ દાતાઓના સહયોગ થકી ટંકારાની આરોગ્ય ટીમ સાથે મળીને સર્વજ્ઞાતિ કોવિડ સેન્ટર ચાલુ કરેલ છે.

આ કોવીડ સેન્ટરમાં સમાજના પ્રમુખ અશોકભાઈ ડી. પટેલ, ઉપપ્રમુખ બેચરભાઈ, કમીટી મેમ્બર હસમુખભાઈ દુબરીયા, જીતુભાઈ ગોસરા, જસમતભાઈ, પંકજભાઈ તેમજ યુવા ટીમ નિલેશભાઈ પટણી, અલ્પેશભાઈ મૂંઝાત સહિત અનેક યુવાનો સેવા કાર્ય કરે છે.

આ કોરોના સેન્ટરમાં કોઈપણ દર્દી સારવાર રહે ત્યાં સુધી તેમને ત્રણ ટાઈમનું પૌષ્ટિક ભોજન સ્લોગન ગ્રુપ તરફથી નિઃશુલ્ક આપવામાં આવેછે. સ્પેરોન ગ્રુપ તરફથી દરેકને ચા-પાણીની વ્યવસ્થા છે. પંકજભાઈ રાકજા દ્વારા દરેક દર્દીને ફ્રુટની ડિસ આપવામાં આવે છે. લીંબુ શરબત તથા જયુસ આપવામાં આવે છે. કોરોના સેન્ટર ઉપર ઓકિસજનના ૨૦ બાટલાની પણ વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે.

સેન્ટર ઉપર વાતાવરણની શુધ્ધિ માટે તેમજ દર્દીઓના મોટીવેશન માટે આર્ય સમાજ ટંકારા દિવસ દ્વારા વૈદિક યજ્ઞ કરવમાં આવેલ. તેમાં દર્દીઓના સગા સંબંધીઓએ યજ્ઞમાં આહુતિ આપી પ્રાર્થના કરી હતી.

આજે કોવિડ ૧૯ ટેસ્ટ કેમ્પ યોજાયેલ.  તેમાં ૧૩૫ લોકોના ટેસ્ટ કરાયેલ. તેમાં ૫ પોઝીટિવ આવેલ છે. તેમને સારવાર પુરી પડાયેલ. ટંકારામાં હાલ ૧૫ દર્દીઓ સારવાર મેળવી રહેલ છે.૧૦ દર્દીઓ સાજા થઈ ઘરે પરત ગયેલ છે. આઇસીયુ તથા વેન્ટિલેટરની જરૂરીયાતવાળા ૫ દર્દીઓને અન્યત્ર ખસેડાયેલ છે. આ સર્વ જ્ઞાતિ કેર સેન્ટર ટંકારા તાલુકાના દર્દીઓ માટે આશીર્વાદ રૂપ બનેલ છે.

(11:47 am IST)