Gujarati News

Gujarati News

News of Monday, 10th May 2021

ઉના ચેમ્બર દ્વારા સ્વૈચ્છીક લોકડાઉન વધુ એક અઠવાડિયુ લંબાવ્યું : સહકારની અપીલ

(નવીન જોષી દ્વારા) ઉના,તા. ૧૦: કોરોનાના વધતા જતાં સંક્રમણને ધ્યાને લઇ નગરપાલિકા અને ચેમ્બર દ્વારા સ્વૈચ્છીક લોકડાઉનની મુદત પૂર્ણ થતા વધુ એક અઠવાડિયા તા. ૧૬ મી સુધી લંબાવવામાં આવીને વેપારી સહિત લોકો સહકાર આપવા અપીલ કરવામાં આવી છે.

નગરપાલિકા અને મેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા શહેરમાં કોરોના વાયરસના વધુ સંક્રમણની ગંભીરતાને ધ્યાને લઇ સર્વે વેપારી બંધુઓ અને નગરજનોના સ્વાસ્થ્યના હિતને જોતા તમામ વેપારી મંડળો અને વ્યાવસાયિક એસોસિએશનને સમયાંતરે સ્વૈચ્છીક વેપાર ધંધા બંધ રાખવા માટે વિનંતીસભર અપીલ કરાઇ હતી. તેને સહકાર મળેલ અને આ લોકડાઉનની મુદત પૂર્ણ થતાં સૌના આરોગ્યના હિતાર્થે ફરી વાર સૌ વેપારી ભાઇઓને આગામી તા.૧૬ રવિવાર સુધી દરરોજ બપોરે ૨ વાગ્યા બાદ સ્વૈચ્છીક પોતાના વેપાર-ધંધા સંપૂર્ણ બંધ રાખવા અપીલ પૂર્વ ધારાસભ્ય કાળુભાઇ રાઠોડ, ઇશ્વરલાલ જેઠવાણી અને મિતેષભાઇ શાહે એક યાદીમાં કરી છે.

(11:38 am IST)